મહેસાણાઃ શહેરમાં વધુ એક નવજાત બાળકી રોડ પરથી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. નિષ્ઠુર માતાએ નવજાત બાળકીને ત્યજી દેતા તેના પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. છેલ્લા 8 દિવસમાં આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. આજે નગર બાય પાસ હાઇવે પાસેથી નવજાત બાળકી મળી આવી હતી .


નિષ્ઠુર માતાએ બાળકીને રોડ પર સાઈડમાં ફેંકી દીધી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બાળકીને સિવિલમાં લઈ જઈ પ્રાથમિક સારવાર શરૂ કરી છે. પોલીસે બાળકીને ફેંકી દેનાર સામે ફરિયાદ નોધી તે વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. 8 દિવસમાં બીજી નવજાત બાળકી આ જ જગ્યાએથી મળી આવી છે. 


ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ


અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને દૈનિક એક્ટિવ કેસોમાં પણ મોટો ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના લોકો માટે હવે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે માત્ર 7 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા હતા. ત્યારે હવે ગુજરાતમાં 14 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 14 જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જ્યારે 9 જિલ્લા એવા છે, જ્યાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તો ગુજરાતમાં અત્યારે કુલ 159 જ એક્ટિવ કેસ છે. 


ગુજરાતમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે, જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા કોરોનામુક્ત બન્યા છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર કોરોનામુક્ત બન્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરુચ, વલસાડ અને ડાંગ કોરોનામુક્ત બન્યા છે. આ સિવાય તાપી, પોરબંદર, નવસારી, નર્મદા, મહેસાણા, મહીસાગર, બોટાદ, આણંદ અને અમરેલીમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે.