Mehsana : મહેસાણામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. મહેસાણાના વિજાપુર તાલુકાના એક ગામમાં વર્ષ 2020માં 5 વર્ષ અને 8 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં 40 વર્ષીય આરોપી પટેલ વિક્રમ સોમાભાઇ બાળકીને ફટાકડા લઈ આપવાની લાલચ આપી એક્ટિવા પર લઈ ગયો હતો અને ગામની સીમમાં લઈ જઈ આ માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
વલસાડમાં ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની હત્યા
વલસાડ જિલ્લાના ઉમરગામના દહાડ ગામે ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની હત્યા થઇ છે. ઉમરગામના દહાડ ગામે આ વિદ્યાર્થીની ટ્યુશનમાં જઈ રહી હતી એ દરમિયાન ત્રણ યુવકોએ એકલતાનો લાભ લઇ આ કિશોરીને ઘેરી હતી અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. જો કે પોલીસે CCTV અને અન્ય સર્વેલન્સથી પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.
સુરતના અણીદા ગામે પાડોશીએ બે મહિલાને મારી દીધી છરી, એકનું મોત
સુરતમાં બે મહિલા ઉપર ચપ્પુ વડે હુમલો થયો છે. અણીતા ગામે ચકચારી ઘટના બની છે. મહિલા ઉપર પડોશીએ ચપ્પુના 10 જેટલા ઘા કર્યા. હળપતિવાસમાં બે મહિલા ઉપર હુમલો થયો છે. હુમલામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. હત્યારાને કીમ પોલીસે ઝડપી પાડ્યો છે. હુમલા પાછળનું કારણ હાલ અકબંધ છે. હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
બનાસકાંઠામાં ભારે વરસાદ, માડકા ગામમાં ઘરોમાં ઘુસ્યા પાણી
બનાસકાંઠાના સરહદી પંથક વાવ તાલુકાના માડકા ગામની અંદર ભારે પ્રમાણમાં વરસાદી પાણી ઘૂસી જતા ગામના રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોને હાલાકી પડી રહી છે. ગામની શાળામાં પાણી ભરાતાં બે દિવસથી શાળા બંધ કરી દેવાઈ છે, તો ગામના ખેતરો બેટમાં ફેરવાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
બનાસકાંઠાના સરહદી પંથક વાવ અને થરાદમાં બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેને લઈને થરાદ અને વાવમાં મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાયા હતા અને ત્યાર બાદ પુષ્કળ પાણીને લઈને ખેતરોના કાચા બંધ પાળા તૂટતાં વાવના માડકા ગામ સહિત ભાચલી, ભાટવર,ડેડાવા ,કણોઠી સહિત અનેક ગામોની અંદર વરસાદી પાણી ઘુસ્યા છે.