Mehsana News:  મહેસાણામાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, મહેસાણામાં પૂરઝડપે જઇ રહેલી જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાંથી 10 વર્ષનો બાળક નીચે પટકાતા  તેનું મોત થયું હતું. ડાંગરવા સ્ટેશન નજીક ચાલુ ટ્રેને 10 વર્ષનો રણવીરસિંહ નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. આ મામલે મહેસાણા પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી


અમદાવાદમાં રહેતો 10 વર્ષીય રણવીરસિંહ પરિવાર સાથે મહેસાણાથી અમદાવાદ તરફ જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે મુસાફરી દરમિયાન ટોઇલેટ જઇ રહ્યો હતો, ત્યારે ડાંગરવા સ્ટેશન નજીક અચાનક તે ટ્રેનની બહાર ફેંકાઇ ગયો હતો. ઘટના બાદ ટ્રેનને રોકવામાં આવી હતી પરંતુ રણવીરસિંહ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં પણ ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરાયો હતો.


અમદાવાદ અને મુંબઇ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે અમદાવાદથી મુંબઇ બે કલાક વહેલા પહોંચી શકાશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે 160 કિમી ઝડપે ટ્રેન દોડશે. માર્ચ 2024થી ટ્રેનની શરૂઆત થાય તેવી સંભાવના છે. 3 હજાર 950 પ્રોજેક્ટની 95 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.


માર્ચ 2024થી અમદાવાદથી મુંબઈ શતાબ્દી, વંદે ભારત જેવી ટ્રેનમાં બે કલાક વહેલા પહોંચી શકાશે. પ્રીમિયમ ટ્રેનમાં હાલ અમદાવાદ-મુંબઈનું 524 કિલોમીટરનું અંતર 6થી 8 કલાકનો સમય લાગે છે. પરંતુ માર્ચ 2024થી 4થી 6 કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચી શકાશે જેના કારણે મુસાફરોના બે કલાક બચશે.


પ્રશ્ચિમ રેલવે મુંબઈથી નાગડા અને વડોદરાથી અમદાવાદ એમ બે કોરિડોરમાં ત્રણ હજાર 950 કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે. જેમાં વિવાર-સુરત વચ્ચેના 15માંથી 13 સ્ટેશન વચ્ચેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સાથે જ સલામતીના ભાગરૂપે આ મુંબઈ-અમદાવાદના રૂટમાં બીની ફેન્સિંગ સિસ્ટમ મુકવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.


રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો થયો છે. મહત્ત્વની વાત એ છે આ ટ્રેનમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે આ પથ્થરમારો થયો છે. રાત્રિના 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું કહેવાય છે. ટ્રેન પર પથ્થર ફેંકીને કાચને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે