Mehsana News: ગુજરાતમાં વધુ એકવાર ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યુ છે, આ વખતે મહેસાણાની નર્મદા કેનાલમાં ગાબડુ પડતુ ખેડૂતોને પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ પેદા થઇ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, કડીના વાઘરોટા ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટુ ગાબડુ પડતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યુ હતુ. 

Continues below advertisement


મહેસાણામાં નર્મદા વિભાગની ભ્રષ્ટ્રાચારની ચાડી ખાતી ઘટના સામે આવી છે, જિલ્લામાં વધુ એક કેનાલમાં મોટું ગાબડુ પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે. આ ગાબડુ જિલ્લાના કડીના વાઘરોડા ગામની માયનોર કેનાલમાં પડ્યું છે, નર્મદાની આ કેનલામાં ગાબડું પડતા 10 વીઘા કરતા વધૂ જમીનમાં આ કેનાલનુ પાણી ફરી વળ્યું હતુ, જેના કારણે ખેડૂતોને પારવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કેનાલનુ પાણી ખેતરમાં ફરી વળતાં, ખેતરમાં રહેલા એરંડા અજમા સહિતના કેટલાક ઉભા પાકોને વ્યપાકપણ નુકસાન પહોંચ્યુ છે. જિલ્લામાં ફરી એકવાર નર્મદા વિભાગના પાપે ખેડૂતોની ખેતી બરબાદ થઇ છે.


શહેરના મોટા બ્રિજ પર ગાબડા પડતાં પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે ઉઠાવ્યા સવાલો, ચેનલો અડધો ફૂટ ખસી


રાજ્યમાં રૉડ અને રસ્તાની ફરિયાદ ફરી એકવાર ઉઠી છે, મહેસાણામાં એક બાયબાસ બ્રિજ પર મોટા મોટા ગાબડાં પડતા વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. મહેસાણા બાયપાસ હાઇવે નજીક આવેલા બ્રિજ પરની ત્રણથી ચાર ચેનલો ખસી ગઇ છે, જેના કારણે રૉડ અને ચેનલો વચ્ચે અડધો ફૂટ જેટલી જગ્યા પડી ગઇ છે, આને હવે તાત્કાલિક ધોરણે રિપેર કરવાની માંગ ઉઠી છે, આ મામલે પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે પણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, મહેસાણા રૉડ અને રસ્તાની બિસ્માર હાલ પર હવે રાજકારણીઓ પણ ખુલીને બોલી રહ્યા છે, શહેરમાં એક બાયપાસ રૉડ પરના બ્રિજ ચેનલો ખુલ્લી પડી જતાં સ્થાનિક નેતા અને પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે તંત્ર સામે સવાલો કર્યા છે. ખરેખરમાં વાત એમ છે કે, મહેસાણામાં આવેલા બાયપાસ રૉડ પર રાજવી ફાર્મ નજીકના એક બ્રિજ આવેલો છે જેની હાલત એકદમ બદતર થઇ ગઇ છે, હાલમાં આ બ્રિજ પરની બેથી ત્રણ ચેનલો ખુલ્લી પડી ગઇ છે, રૉડ અને ચેનલો વચ્ચે લગભગ અડધા ફૂટ જેટલી જગ્યા પડી ગઇ છે. ચેનલથી જોડાયેલા બે રૉડ વચ્ચે 6 થી 7 ઇંચની ગેપ પડી ગઈ છે, જેના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવવાનો ભય છે. હાલમાં આ બ્રિજ ઉપર કુલ 20 ચેનલો આવેલી છે. તમામ ચેનલ અને રૉડ અલગ થઈ ગયો છે. આમાં પણ ત્રણ ચેનલો એવી છે જેમાં રૉડ અને ચેનલ વચ્ચે અડધો ફૂટ કરતા વધુ અંતર પડી ગયુ છે. આ બ્રિજને લઇને હવે સવાલો ઉભા થઇ રહ્યાં છે.