Mehsana News: મહેસાણા ભાજપના રાજકારણ ગરમાયું છે. ભાજપ મહિલા મોરચાના એક હોદેદારો નો ઓડિયો  સામે આવ્યો છે. કોઈ અજાણ્યા નંબરથી કોલ કરી ભાજપ મહિલા હોદ્દેદાર પાસે  બિભસ્ત માંગણી કરતા હોવાનું ઓડિયોમાં ઉલ્લેખ છે. ભાજપ મહિલા હોદ્દેદારને કૉલ કરી બિભસ્ત માંગણીઓ કરવામાં આવતાં ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાયું છે. સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે. ભાજપ મહિલા હોદ્દેદારે ખેરાલુ પોલીસ મથકમાં લેખિતમાં ફરીયાદ આપતાં પોલીસે તપાસ શરૂ કરી છે.


રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર તથા આઇ.ટી.એક્ટના ગુન્હાના આરોપીને રાજુલા પોલીસ ટીમે ઝડપી લીધો હતો અને ધોરણસર કાર્યવાહી કરી હતી. પીડિતાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં પ્રવિણભાઇ જેઠાભાઇ મેરીયા (ઉ.વ.૩૯ ધંધો.પ્લમ્બીંગ  હાલ રહે.રાજુલા ભેરાઇ રોડ સંસ્કાર એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૫ તા. રાજુલા મુળ રહે.કેરીયા નાગેશ ગામ તા.જી.અમરેલી) વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ પ્રથમ ફરીયાદી સાથે મીત્રતા કેળવી બાદ ફરીયાદીનો  મોબાઇલ નંબર મેળવી ત્રણેક મહિના પહેલા ફરીયાદીના ઘરે આવી ફરીયાદીની જાણ બહાર તેના મોબાઇલ ફોનમાં ફરીયાદી નહાતા હોય તેનો વીડીઓ ઉતારી લઇ અને ફરીયાદીને તે વીડીઓ મોકલી  બ્લેક મેઇલ કરી ફરીયાદીની મરજી વિરૂધ્ધ શરીર સંબધ બાંધી ફરીયાદી સાથે બળાત્કાર કરેલ હોય અને ફરીયાદીને 'આ વાત કોઇને કરીશ તો તારો આ વીડીઓ વાઇરલ કરી દઇશ' તેવી બદનામ કરવાની ધમકી આપેલ હોય જે ગુનાના કામે આરોપી વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ ૩૭૬(૨)(એન), ૫૦૬(૧) તથા આઇ.ટી. એક્ટ કલમ ૬૬(ઇ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે.ગીડાની સુચના અને માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા મજકુર આરોપી પ્રવિણભાઇ જેઠાભાઇ મેરીયાને ગણતરીના કલાકોમા પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે. 


 મહુવાના ભાદ્રોડ ગામે રહેતા વિપુલભાઈ જેઠાભાઈ બોરીચા (ઉ.વ.૨૪)ના મોટાબાપુના ઘરની સામે આવેલ પડતર રાવળા હક્કની જગ્યામાં તે જ ગામે રહેતો વિજય દેહાભાઈ વાઘ નામનો શખ્સ બાંધકામ કરી રહ્યો હતો. જેથી તેને તેની હદમાં બાંધકામ કરવા અને રસ્તામાંથી વાહન જઈ શકે તેટલી જગ્યા રાખવાનું કહેતા તેની દાઝ રાખી દિનેશ દેહાભાઈ, કૈલાસ દેહાભાઈ, અજય દિનેશભાઈ, વિવેક દેહાભાઈ અને ગીતાબેન કૈલાસભાઈએ બોલાચાલી કરી ગાળો દઈ પ્રથમ વિપુલભાઈનો કાઠલો પકડી ગળે બેસી જઈ મુંઢ માર માર્યા બાદ તેમના ઘરે જઈ વિપુલભાઈ, તેમના ભાઈ રમેશભાઈ, મનુભાઈ, જયેશભાઈ તેમજ ભાભી કિરણબેનને ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે યુવાને પાંચેય સામે મહુવા ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.