Mehsana News: ગુજરાતમાં હાર્ટ એટેકથી લોકોના મોત થવાનો સિલસીલો યથાવત છે. મહેસાણામાં હાર્ટએટેકથી વધુ એકનું મોત થયું છે. ખેરાલુ એસટી ડેપોમાં અચાનક મુસાફરને હાર્ટ એટેક આવ્યો હતો. મહેસાણા ડેપોની અંબાજી જતી બસમાં મુસાફર સવાર હતો ત્યારે ઘટના બની હતી. ખેરાલુ એસટી ડેપોના શૌચાલયથી ઉતાવળે બસ તરફ આવતા બનાવ બન્યો હતો. એસટી કંડકટરે સારવાર માટે 108 બોલાવી હતી. 108એ આવીમુસાફરને તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃતકનું નામ રણછોડભાઈ આર પટેલ અને બલોલના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. ખેરાલું સિવિલમાં મૃતકની લાશ મોકલી આપવામાં આવી હતી.


તલોદના ખેરોલમાં ક્રિકેટ રમતા રમતા 36 વર્ષના શિક્ષકનુ હાર્ટ એટેકથી મોત થયું હતું. દિવાળીના તહેવાર નિમિત્તે અમદાવાદથી વતનમાં આવેલા શિક્ષકનું મોત થતા શોકનો માહોલ ફેલાયો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા શિક્ષક પંકજ પટેલનુ હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. પંકજ પટેલ દિવાળીના તહેવાર પર પોતાન વતન આવ્યા હતા. અહીં તેઓ મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા. આ દરમિયાન ક્રિકેટના મેદાનમાં અચાનક ઢળી પડતા અન્ય મિત્રો તલોદ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તબિબોએ શિક્ષક યુવકનું હાર્ટએટેકથી મોત નિપજ્યાંનુ કારણ બતાવ્યુ હતું.


શિયાળામાં હાર્ટએટેકથી બચવા આ વાતો રાખો ધ્યાનમાં


ઠંડીના કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં કોલેસ્ટ્રોલ સખત થઈ જાય છે અને નસોમાં જમા થાય છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે. આવી સ્થિતિમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત દર્દીઓએ શિયાળામાં વધુ સાવધ રહેવાની જરૂર છે. આવા દર્દીઓ આ સિઝનમાં 7 બાબતોનું ધ્યાન રાખીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે.



  • બ્લડ પ્રેશરને નિયંત્રિત કરોઃ જો તમે સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમોને ઘટાડવા માંગતા હો, તો બીપીને નિયંત્રણમાં રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. ખોરાકમાં મીઠું ઓછું કરો અને ફળો, લીલા શાકભાજી અને સલાડનું પ્રમાણ વધારવું. નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં.

  • ધૂમ્રપાનથી દૂર રહોઃ ધૂમ્રપાન, આલ્કોહોલ, તમાકુનું સેવન સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધારી શકે છે. આવી સ્થિતિમાં આલ્કોહોલ, સિગારેટ કે કોઈપણ નશીલા પદાર્થનું સેવન ટાળો. એટલું જ નહીં, ઝડપી એનર્જી ડ્રિંક્સ અથવા સોડાથી પણ બચો.

  • કસરતનો  કરોઃ દિવસમાં માત્ર 30 મિનિટ જ વર્કઆઉટ કરો. કોઈપણ પ્રકારની હાર્ડકોર કસરત ટાળો. મોર્નિંગ વોક અથવા સીડી ચડવા જેવી કસરતો સારી સાબિત થઈ શકે છે. સાયકલિંગ, જોગિંગ જેવી એરોબિક કસરતો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

  • કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરોઃ લોહીમાં એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું ન થવા દો. નહિંતર, તેઓ નસોમાં એકઠા થઈ શકે છે અને રક્ત પરિભ્રમણને વિક્ષેપિત કરી શકે છે. તેથી, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે, તમે સવારે ખાલી પેટ કાચા લસણ અને મેથી ખાવાનું શરૂ કરી શકો છો.

  • રક્ત પરીક્ષણ કરાવોઃ તમારું શરીર હવે કયા સ્તરે કામ કરી રહ્યું છે? તેમાં કોઈ સમસ્યા નથી. આ માટે ડોક્ટરની સલાહ પર તમારી શુગર, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવો. જો કોઈપણ પ્રકારની સમસ્યા દેખાય તો ડોક્ટરની સલાહ લો.

  • વહેલા ઉઠવાનું ટાળોઃ જો તમને હ્રદય રોગ છે અથવા સ્ટ્રોક જેવા જોખમોનો સામનો કરવો પડ્યો છે, તો શિયાળાની ઋતુમાં સવારે ઉઠવાની જરૂર નથી. જ્યારે તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે જ પથારી છોડો. અન્યથા લોહી જાડું થઈ શકે છે અને પરિભ્રમણમાં સમસ્યા થઈ શકે છે.