Ahmedabad : અમદાવાદ મહાનગરપાલિકાએ 70 કરોડનું આંધણ કર્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ  BRTS રૂટ પરના RFID ગેટ નંખાવ્યા હતા, જેની પાછળ 70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જો કે દોઢ વર્ષમાં BRTS રૂટ પરના RFID ગેટ બંધ થઇ જતા 70 કરોડ પાણીમાં ગયા છે. 


દોઢ વર્ષમાં બંધ થયા RFID ગેટ
વર્ષ 2021માં BRTS દ્વારા વધતા અકસ્માત બાદ BRTS કોરિડોરમાં RFID ગેટ લગાવવામાં આવ્યા. RFID ગેટ લગાવ્યા બાદના દોઢ વર્ષમાં આ ગેટ કામ કરતા બંધ થઈ ગયા છે. BRTSના 170 રૂટ ઉપર 90 જેટલા ગેટ લગાવવામાં આવ્યા હતા.જેનો ઉદ્દેશ હતો  ખાનગી વાહનોને રૂટમાં પ્રવેશ ન કરવા દેવો.


 ABP અસ્મિતાએ કર્યું રિયાલિટી ચેક
હાલમાં BRTSના RFID ગેટની સ્થિતિ ચકાસવા ABP અસ્મિતાએ શહેરના અલગ અલગ વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું.સૌથી પહેલા અમદાવાદના બહેરામપુરા દાણીલીમડા વિસ્તારમાં ABP અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું.


આ જ સ્થિતિ માણેકબાગથી નહેરૂનગર વિસ્તારમાં પણ જોવા મળી.માણેકબાગથી નહેરુનગર વિસ્તારમાં પણ અનેક વાહનચાલકો BRTS કોરિડોરમાં પ્રવેશતા નજરે પડ્યા. ABP અસ્મિતાએ સવાલ પૂછતાં મહિલા વાહનચાલકે બહાના બતાવ્યા. 


BRTS રૂટમાં જ 25 જેટલા અકસ્માત 
હકીકતમાં BRTS ની સેવા શરૂ થયા બાદ BRTS રૂટમાં જ 25 જેટલા અકસ્માત થયા છે અને ત્રણ વાહનચાલકોના મૃત્યુ પણ થયા છે.પણ દોઢ વર્ષમાં જ RFID ગેટ તૂટી જવાની અને બંધ થઈ જવાના કારણે AMC નો BRTS વિભાગ તેને નજરઅંદાજ કરતો હોય તે પ્રકારની સ્થિતિ છે. 


અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.  એસ.જી.હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે. સોલા ભાગવત, હાઈકોર્ટ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  સેટેલાઈટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ફરી અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. 


રાજકોટ શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. આસપાસના ગામોમાં પણ હળવો વરસાદ પડ્યો છે.  માધાપર, ઘંટેશ્વર, ન્યારા, ખંઢેરી, તરઘડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  સતત વરસાદના કારણે ખરીફ પાકને નુકસાનની શક્યતા છે. 


સુરત શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. સુરત શહેરના અઠવાલાઈન્સ, પારલે પોઈંટ, પાલ, અડાજણ, ઉધના, વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ છે.