Mehsana : મહેસાણા SOG પોલીસને મોટી સફળતા મળી છે. મહેસાણા જિલ્લાના વડું મથક ઊંઝા શહેરમાંથી પોલીસે 30 લાખના  MD ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનોની ધરપકડ કરી છે. ભૂરારામ ગોદારા અને અન્ય એક સગીર વયનો બાળક સાથે મળી  ઊંઝા શહેરમાં MD ડ્રગ્સઉ વેચાણ કરતા હતા. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવી મહેસાણા અને પાટણ જિલ્લામાં સપ્લાય  કરતાં હતા. 


ઊંઝામાં ચાલતા ડ્રગ્સના વેચાણ અંગે મહેસાણા SOG  પોલીસને  બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે ઊંઝાની બંધ  ફેકટરીમાં રેડ કરી એક રૂમમાંથી 30 લાખના MD  ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને   ઝડપી પાડ્યા છે.


પોલીસ તપાસ સામે આવ્યું છે કે રાજસ્થાન સતારામ અને ખેતરામ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો વેચવા આપેલ અને સાથે આ યુવાનોને ચાર મોબાઈલ પણ આપેલ. મોબાઈલ પર ડ્રગ વેચવાની સૂચના મળ્યા બાદ આ બંને યુવાન ડ્રગ્સનો જથ્થો ડિલિવર કરવા જતા હતા.


પોલીસે   ચાર મોબાઈલ સાથે  30 લાખનો ડ્રગ્સનો જથ્થો અને  બે આરોપીની ધરપકડ કરી છે ત્યારે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ આવ્યું કેવી રીતે? 


રાજ્યમાં કોરોનાના નવા 380 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે 24 જૂને રાજ્યમાં  વધુ નવા 380 કેસ નોંધાયા છે.  આ સાથે જ રાજ્યમાં 209 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં આજે એક પણ મોત નથી થયું. 


રાજ્યમાં આજે નોંધાયેલા 416 કેસો માં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 155,  સુરત શહેરમાં 59 વડોદરા શહેરમાં 34, નવસારી 16, સુરત15 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.