Mehsana News: મહેસાણા જિલ્લામાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. ઉંઝા હાઇવે પર પુલ નીચે એક 62 વર્ષના વૃદ્ધને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સ્થળ પર જ મોત થયું. ઉંઝા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઝાલોદ - લીમડી હાઇવે પર અકસ્માત
ઝાલોદ તાલુકાના નાનસલાઇ ગામે આવેલા પેટ્રોલપંપ નજીક ઝાલોદથી લીમડી તરફ આવવાના માર્ગ પર પુરપાટ આવી રહેલી ગાડીએ એક મોપેડ તેમજ બાઈકને અડફેટે લેતા બાઈક સવાર પિતા પુત્રને શરીરે જીવલેણ ઇજા પહોંચતા તેઓનો મોત નીપજયા છે. જ્યારે મોપેડ સવાર અન્ય ચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવી છે. ઝાલોદ પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના વાકોલ ગામના પાટડિયા ફળિયાના રહેવાસી જીતુભાઈ બચુભાઈ ડામોરની પત્નીને સાસરી મોટા નટવા ગામે સુવાવડ થઈ હોવાથી પત્નીની ખબર કાઢવા માટે પોતાના 5 વર્ષીય પુત્ર અર્ચિત સાથે Gj-20-H-2310 નંબરની મોટરસાયકલ લઈ નીકળ્યા હતા.તે અરસામાં રસ્તામાં ઝાલોદ નજીક નાનસલાઈ ખાતેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપ પાસે ઝાલોદ તરફથી પુરપાટ આવી રહેલી Gj-06-KD-6029 નંબરના ગાડી ચાલકે જીતુભાઈની મોટરસાયકલ તેમજ Gj-1-TA-53 નંબરની મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા બંને બાઈક ચાલકો હવામાં ફંગોળાઈ જમીન પર પટકાયા હતા.
અકસ્માત બાદ અકસ્માત સર્જનાર ઈકો ગાડીનો ચાલક ગાડી ઘટના સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. જેના પગલે બાઈક સવાર જીતુભાઈ ડામોર તેમજ તેમના પુત્ર અર્ચિતને જીવલેણ ઇજાઓ પહોંચતા પાંચ વર્ષીય અર્ચિતનું ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ. જયારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા જીતુભાઈને નજીકમાં આવેલા દુકાનદાર દ્વારા 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં તેમનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
શ્રદ્ધા વોકર પછી નિક્કી યાદવની હત્યા અને હવે આવી જ બીજી ઘટના મહારાષ્ટ્રના પાલઘરમાં સામે આવી છે. જ્યાં હાર્દિક શાહ નામના 27 વર્ષના યુવકે તેની લિવ-ઈન પાર્ટનર મેઘા થોરવીની હત્યા કરી નાખી. હાર્દિક શાહ અને મેઘા થોરવી બંને નાલાસોપારાના વિજયનગરમાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. મળતી માહિતી મુજબ, હાર્દિક શાહ તુલિંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા ગયો હતો કે તેણે તેના લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી હતી અને તેના મૃતદેહને નાલાસોપારામાં તેમના ભાડાના રૂમમાં પથારીમાં છુપાવી દીધો હતો.