ધાનેરાઃ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સગીરાએ પોતાના જ ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સગીરાએ પ્રેમપ્રકરણ અથવા અન્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. ધાનેરા પોલીસે આપઘાત પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ધાનેરાના વિડ ગામે કિશોરીએ પોતાના જ ઘરમાં આપઘાત કરી લીધો છે. મોડી રાત્રે કિશોરીની આસપાસ ગામના બે યુવાનો જોયાનો પરિવારનો આક્ષેપ છે. ગામના બન્ને યુવાનો વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. મૃતક કિશોરીની લાશને પી.એમ અર્થે ધાનેરા રેફરલ લાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ઉમટ્યા હતા.
ધાનેરાઃ કિશોરીએ પોતાના ઘરમાં કરી લીધો આપઘાત, આપઘાત પાછળ શું કારણ છે જવાબદાર? પરિવારનો શું છે આક્ષેપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Oct 2020 03:21 PM (IST)
ધાનેરાના વિડ ગામે કિશોરીએ પોતાના જ ઘરમાં આપઘાત કરી લીધો છે. મોડી રાત્રે કિશોરીની આસપાસ ગામના બે યુવાનો જોયાનો પરિવારનો આક્ષેપ છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -