મોડાસાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં આજે વધુ છ કેસ નોંધાયા છે. જેમાંથી મોડાસા શહેરમાં ૪ કેસ નોધાયા છે. તેમજ ભિલોડા તાલુકામાં એક પુરુષને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે માલપુર તાલુકામાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો છે.

અરવલ્લી જિલ્લામાં કુલ ૧૧૮ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧૦૦ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ ત્રણ લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 372 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 15944 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 980 થયો છે.

ગઈ કાલે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ 253, સુરત 45, વડોદરા 34, ગાંધીનગર 8, મહેસાણા 7, છોટા ઉદેપુર 7, ક્ચ્છ 4, નવસારી 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્ય 1-1 કેસ નોંધાયા છે.