સાબરકાંઠાઃ દિવાળી પછી ઉત્તર ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ખેડબ્રહ્મા બ્રાંચે જિલ્લામાં સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરી છે. IMAખેડબ્રમ્હા બ્રાંચે કોરોનાના વધતાં કેસોને લઈને જિલ્લાના લોકોને અપીલ કરી છે અને જણાવ્યું છે કે, ખેડબ્રહ્મા શહેર તથા તેની આજુબાજુની જનતાને અપીલ કરીએ છીએ કે અત્યારે દિવાળી બાદ કોરોનાને કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. મોડાસા, હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, અમદાવાદ તમામ જગ્યાએ કોરોનાની સારવાર આપતા દવાખાનામાં બેડ ફૂલ થઈ રહ્યા છે. જરૂરિયાતવાળા દર્દીને પણ બેટ અને સારવાર મળવામાં મુશ્કેલી થઈ રહી છે.
કોઈ પણ જગ્યાએ એક સાથે આટલી મોટી સંખ્યામાં કેસ નીકળે તો બીજા અઠવાડિયામાં મોતનો આંકડો પણ ઊંચો જઈ શકે. અત્યારે જેટલા કેસ આવી રહ્યા છે, તેના કરતા અનેક ગણા કેસો સમાજમાં હોવાની શક્યતા છે. આ સંજોગોમાં ખૂબ જ તકેદારી રાખો.
તેમણે અપીલ કરી છે કે, 1. કારણ વગર ઘરની બહાર ના જાઓ. 2. સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરો. 3. ઘરના તમામ સભ્યો પણ વગર કારણે ભેગા ના થાઓ. 4. બહાર ફરવા, મંદિર, બજાર વગેરે જગ્યાએ ન જાઓ. 5. સારી ક્વોલિટીના માસ્કનો જ ઉપયોગ કરો. 6. વારંવાર હાથ સાબૂથી અથવા સેનેટાઇઝરથી સાફ કરો. 7. બોલતી વખતે માસ્ક ના ઉતારો. 8. તાવ, શરીરનો દુખાવો, માથાનો દુખાવો, કળતર વગેરે લાગે તો તરત કોરોનાનો ટેસ્ટ કરાવો. 9. તમારા ઘર અથવા કુટુંબમાં આવેલા કોરોનાના કેસને સંતાડો નહીં અને તેની માહિતી જવાબદાર અધિકારીને અને આપના ડોક્ટરને આપો અને 10. યાદ રાખો તકેદારી જ બચાવશે. લોકોની ખોટી વાતો અને શેખીઓમાં ન આવો.
'ગુજરાતમાં બધે કોરોનાના બેડ ફૂલ છે, જરૂરિયાતવાળા દર્દીને પણ બેડ-સારવારમાં મુશ્કેલી પડી રહી છે.....'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Nov 2020 11:47 AM (IST)
'કોઈ પણ જગ્યાએ એક સાથે આટલી મોટી સંખ્યામાં કેસ નીકળે તો બીજા અઠવાડિયામાં મોતનો આંકડો પણ ઊંચો જઈ શકે. અત્યારે જેટલા કેસ આવી રહ્યા છે, તેના કરતા અનેક ગણા કેસો સમાજમાં હોવાની શક્યતા છે. આ સંજોગોમાં ખૂબ જ તકેદારી રાખો.'
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -