મહેસાણાઃ આજે મહેસાણામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાની આગેવાનીમાં કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) દ્વારા જીતુ વાઘાણી ઉત્તર ગુજરાતમાં જ્યાં આવે ત્યાં વિરોધ કરશે, તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વાઘાણી જ્યાં પગ મૂકશે ત્યાં વિરોધ થશે. જીતુ વાઘાણીનો મહેસાણામાં કાર્યક્રમ છે. તેનો પાટીદારો દ્વારા કરવામા વિરોધ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ભાવનગરમાં પાટીદાર યુવકોને માર મારવા અંગે વિરોધ કરવામાં આવશે. પાટીદાર સમાજની બહેનો દ્વારા પણ થાળી-વેલણ વગાડી વિરોધ કરાશે. જીતુ વાઘાણી અસલ પાટીદાર હોય તો મહેસાણાની જમીન પર પગ મૂકે, તેવી પણ ચિમકી આપી હતી.