વિસનગરમાં આનંદ હોસ્પિટલમાં ચાલતુ ગર્ભચકાસણીનું કૌભાંડ આવ્યુ સામે, મશીનો કર્યા સીલ
abpasmita.in
Updated at:
12 Sep 2016 08:28 PM (IST)
NEXT
મહેસાણા: મહેસાણાના વિસનગરમાં આનંદ હોસ્પિટલમાં ચાલતુ ગર્ભચકાસણીનું કૌભાંડ સામે આવ્યુ છે. મહત્વની વાત તો એ છે કે આ ગર્ભ ચકાસણીનું કૌભાંડ વિસનગર તાલુકા પંચાયતની ઓફિસની સામે જ ચાલતુ હતુ. આ હોસ્પિટલમાં રાજસ્થાનના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. હોસ્પિટલામાં સોનોગ્રાફી મશીન સહિતના અન્ય સાધનો સીલ કરી દેવાયા છે. મહત્વનું છે કે ગર્ભ પરીક્ષણ કરાવવા રાજસ્થાનથી યુવતિ આવી હતી. જેથી રાજસ્થાન આરોગ્ય વિભાગે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -