પાટણઃ શહેરમાં ઉત્તરાયણના દિવસે એક દુઃખદ ઘટના બની છે. એક છોકરાનું કરંટ લાગતાં મોત નીપજ્યું છે. પાવર હાઉસ પાસે બની ઘટના. 15 વર્ષના શુભમ નામના કિશોરનું કરંટ લાગતા મોત થયું છે. મિત્રો સાથે ધાબા પર પતંગ ચગાતો હતો ત્યારે કરંટ લાગ્યો હતો. પ્રતિબંધિત દોરો કિશોરનું મોતનો કારણ બન્યો. તેના માતા પિતાના એકના એક દીકરાનું મોત થયું.
Porbandar : ઉત્તરાયણની પૂર્વ રાત્રીએ યુવક કરી નાંખી કાકાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
પોરબંદરઃ પોરબંદરના ગોરસર ગામે હત્યાનો બનાવ બન્યો છે. ઉત્તરાયણની પૂર્વ રાત્રીએ હત્યાની ઘટના બનતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી ગઈ છે. હત્યા બીજા કોઈ નહીં, પરંતુ ખૂદ ભત્રીજાએ કાકાની હત્યા કરી છે. ખાટલાનો પાયો મારી હત્યા નીપજાવી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીને ઝડપી લીધો હતો.
કાકા અને ભત્રીજા વચ્ચે કૂતરું ભગાડવાને લઈને માથાકૂટ થઈ હતી. આ વાતનું મનદુઃખ રાખી ભત્રીજાએ કાકાની હત્યા કરી નાંખી હતી. હાલ, તો પોલીસે હત્યા ભત્રીજાને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Ahmedabad : બપોર સુધીમાં જ 60 લોકોના કપાયા ગળા, 69 લોકો ધાબા પરથી પટકાયા
અમદાવાદઃ આજે ઉત્તરાયણ હોવાથી શહેરમાં અનેક ધાબા પરથી પટકાવાના અને ગળું કપાવાના કિસ્સા સામે આવ્યા છે. 108 એમ્બ્યુન્સને મળેલા કોલની વાત કરીએ તો બપોરના 12 કલાક સુધીમા 108ને ગળું કપાવવાના 60 ફોન આવ્યા છે, જ્યારે ધાબેથી પડવાના 69 ફોન આવ્યા હતા. તો શારીરિક ઇજાઓ સંદર્ભે 21 કોલ મળ્યા હતા. કુલ 118 લોકોને ગંભીર રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 112 લોકોને 108 માં સારવાર આપવામાં આવી.
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચગાવી પતંગ, પોતાના ભાઈના ઘરે કરી ઉત્તરાયણની ઉજવણી
અમદાવાદઃ આજ સવારથી જ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકો પોતાના ધાબા પર ચડીને પતંગની મોજ માણી રહ્યા છે. જોકે, કોરોના સંક્રમણ હોવાથી લોકો તકેદારી સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. આજે મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલની પહેલી ઉત્તરાયણ છે, ત્યારે તેમણે પોતાની પહેલી ઉત્તરાયણ પોતાના ભાઈના ઘરે ઉજવી હતી.
નારણપુરા સ્થિત ભાઈના ઘરે સીએમ પહોંચ્યા. સીએમ પોતના ભાઈ કેતન પટેલના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. પતંગ ચગાવી તેમણે ઉત્તરાયણ ઉજવી છે. રાજ્યની પ્રજાને મકર સંક્રાતિની આપી શુભેચ્છા. કોરોના સંક્રમણને પગલે પોલીસ દ્વારા ધાબા પર ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે કોરોનાના નિયમ સાથે ઉત્તરાયણ ઉજવવાની સૂચના આપવામાં આવી છે.
સાંસદ રંજનબેન ભટ્ટનો ચગ્યો પતંગ. કહ્યું આજ રીતે 2022 વિધાનસભા ચૂંટણી માં ચડસે ભાજપનો પતંગ. પુત્ર, પૌત્રી સહિત પરિવાર સાથે મનાવી ઉત્તરાયણ. કોરોના ગાઈડલાઈન મુજબ માસ્ક સાથે ફક્ત પરિવાર સાથે મનાવ્યો તહેવાર. લોકોને કોવિડ ગાઈડલાઈન અનુસરવા કર્યો અનુરોધ.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પતગબાજોની પતંગબાજી. વહેલી સવારથી જ સારા પવન ના કારણે પતગ રસિયાઓ ખુશ. સરકારની ગાઈડ લાઈન સાથે પતગરસિકો કરી રહ્યા છે ઉત્તરાયણની ઉજવણી. ડીજે સાઉન્ડ પર સરકારના નિયંત્રણો. નિયંત્રણો વચ્ચે પતગ રસિકો કરી રહ્યા છે પતંગબાજી.