મહેસાણાઃ ખેરાલુ વિસ્તારમાં પાણીની વધી રહેલી સમસ્યા મુદ્દે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીનું  મોટું નિવેદન સામે આવ્યું છે. ખેરાલુ મત વિસ્તારમાં પાણીની તકલીફ મુદ્દે સરકાર યોજનાઓ તો બનાવે છે પણ તેનું અમલી કરણ થતું નથી. યોજનાને અમલમાં લાવવામાં કોઈને રસ નથી. જેના કારણે આ વિસ્તારના લોકોને પાણી માટે ચુંટણી બહિષ્કાર કરવો પડે છે.


મારાથી લઇ આ વિસ્તારના તમામ ધારા સભ્યોએ  પાણી મુદ્દે સરકારમાં રાજુઆત કરી છે. મહેનત કરી છે. ખેરાલુ મત વિસ્તારને પાણી મળે તેમાં કોઈને રસ નથી.  કોઈને ગમે કે ન ગમે હું સાચું કહી રહ્યો છું. ખેરાલુમાં એક લોકાર્પણ કાર્યક્રમ સંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ સરકારના કામ અર્થે ઉઠાવ્યા સવાલ.


પાટણઃ હાલ રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે અને જનજીવન અસરગ્રસ્ત થઈ રહ્યું છે. હાલ ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેથી લોકો ગરમ લૂનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે ભારે પવન ફૂંકાતાં પાટણ જિલ્લાના ચાણસ્મામાં માર્કેટિંગ યાર્ડમાં એક દુકાનના પતરાં પણ ઉડી ગયાં હતાં. પવન એટલો ગતિમાં હતો કે પતરાં કાગળની જેમ ઉડી ગયા હતા. પતરાં ઉડવાની સાથે જ દુકાન પાસે રહેલો વીજ પોલ પણ ધરાશાઈ થઈ ગયો હતો. 


દુકાનના પતરાં ઉડવાની અને વીજ પોલ ધરાશાઈ થવાની સમગ્ર ઘટના દુકાનની સામે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે અચાનક જ દુકાનની આગળ લગાવેલા શેડનાં પતરાં ભારે પવનમાં ઉડવા લાગે છે. પવનની ગતિ એટલી તેજ હતી કે પતરાં હવામાં ઉડીને બાજુની દુકાન આગળ ફંગોળાયા હતા. આ સાથે વીજ પોલ પણ ધરાશાઈ થયો હતો. આજે માર્કેટયાર્ડમાં રજા હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. હાલ આ સમગ્ર ઘટનાના CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.