મહેસાણા: શહેર ખાતે આજે SPG ગ્રુપ દ્વારા પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અનેક ભાજપના પાટીદાર નેતાઓ પહોચ્યાં હતા.આ કાર્યક્રમમાં ભાગીને પ્રેમલગ્ન કરનાર યુવતીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી.આ કેસમાં યુવતીના માતા પિતાની સહીની માંગને લઇ મુખ્યમંત્રી એ કહ્યું હતું કે, બંધારણ ન નડે અને યુવતીના પ્રેમ લગ્ન મુદ્દે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું. 


 






તો બીજી તરફ નીતીન પટેલે પણ આ મુદ્દે કહ્યું કે, દીકરીઓમાં બે પ્રકારના પ્રશ્ન છે. એક લવ જેહાદનો છે બીજો પ્રશ્નએ છે કે કેટલાક લોકો દીકરીઓને ફોસલાવી લઇ જાય છે અને દીકરી ભાગીને લગ્ન કરે છે જેને અટકાવવા દરેક સમાજોએ સરકારમાં રજૂઆત કરી છે કે દીકરી જો કોર્ટ મેરેજ કરે તો તેના લગ્ન ગેરકાયદેસર ગણાય તેવો કાયદો લાવે. જો કે આ મુદ્દે કેવી સમરસતા જળવાય તે મુદ્દે વ્યવસ્થા કરવામાં આવશે.


તો બીજી તરફ સરદાર પટેલ સેવાદળના અધ્યક્ષ અને પાટીદાર આદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર લાલજી પટેલે ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રીની હાજરીમાં કહું હતું કે, અમે પાટીદાર આંદોલનમાં શહીદ થનાર 14  યુવાનોને ક્યારે નહિ ભૂલીએ. 


સીએમ ભુપેન્દ્ર પટેલે  સંમેલનમાં હાજરી આપી


આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાસંદ શારદાબેન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રજની પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન બાદ એસપીજીનું પ્રથમ સંમેલન છે. દસ્કોઈના ધારાસભ્ય બીજે પટેલ સહિત ઉતર ગુજરાતના તમામ પાટીદાર ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે સીએમએ કહ્યું કે, આખી દુનિયા આપનો પરીવાર છે અને આપણે એ પ્રમારે કામ કરીએ છીએ. સરદાર પટેલે  રજવાડા એક કર્યા છે ત્યારે પાટીદાર  પાસે બહાદુરી તો હોઇ જ. આપણે શિક્ષણ પાસે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. આપને નવી શિક્ષણ નીતિ અમલીકરણ કરી છે તેનો ફાયદો આપણને થશે. આપણે સેવા ભાવથી આગળ વધવાનું છે. દેહદાન માટે જાગૃતિ વધે તે જરૂરી છે. એક દેહદાનથી છ જીવો બચી જાય છે. જ્યાં જયા મુશ્કેલી પડે ત્યાં અને સરકાર તરીકે અમે તમારી સાથે ઉભા રહીશું. દરેક સમાજની મદદ કરવા માંટે સરકાર તૈયાર છે.


આ પાટીદાર સમાજ ને જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં સરકાર તરીકે અમે સાથે ઉભા રહીશું બહેનોની વાત હોય કે કોઈ પણ મદદની વાત હોય તો કોઈ પણ સમાજને મદદ કરવા એસપીજી તૈયાર છે તે એક સારી વાત છે. રોજગારી આપવામાં ગુજરાત આજે પણ મોખરે છે. અર્થવસ્થામાં ભારત પાંચમા સ્થાને આવ્યુ છે. નાણાંકીય વ્યસ્થામાં ગુજરાત સહુથી આગળ છે. ગુજરાત ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. બંધારણ ન નડે એ રીતે દીકરીઓના પ્રેમ લગ્ન બાબતે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું.