મહેસાણાઃ દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડની વિરોધમાં અને વિપુલ ચૌધરીના સમર્થનમાં આજે મહેસાણામાં રેલીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, રેલીને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. આમ છતાં વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા રેલી કાઢવાનો પ્રયાસ કરવામાં આવતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે મંજૂરી વગર રેલી કાઢવાનો પ્રયાસ કરનારા 20થી વધુ લોકોની અટકાયત કરી છે.


દૂધસાગર ડેરી ચૂંટણીને મામલે વિપુલ ચૌધરીના સમર્થનમાં રેલી આયોજિત કરાઈ હતી. પશુપાલકો રેલી યોજે તે પહેલાં જ અટકાવી દેવાયા હતા. મહેસાણા ડીવાયએસપી રુહી પાયલાએ નિવેદન આપ્યું હતું કે, 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. રેલીને મંજૂરી નહીં હોવાથી અટકાયત કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી બાદ પશુપાલકો વિખેરાઈ ગયા હતા.



મહેસાણામાં વિપુલ ચોધરીના સમર્થનમાં રેલી યોજવાની જાહેરાત કરાતા રેલી અને સભાને લઇ મોટી સંખ્યામાં પોલિસ કાફલો ખડકી દેવાયો હતો. મહેસાણા શહેર અને ગામડાંમાં પણ પોલીસ કાફલો ખડકી દેવાયો છે. લોકો ને ભેગા થતા પોલિસ રોકી રહી છે . અર્બુદા ભવનમાં પણ મોટી સંખ્યામાં પોલિસ કાફલો ખડકાયો છે.