મહેસાણા: હાલમાં લગ્ની સિઝન ચાલી રહી છે. લગ્નને યાદગાર બનાવવા લોકો અવનવા પ્રયોગો કરતા રહે છે. જો કે હસી મજાકમાં ક્યારેક વાતાવરણ ઉગ્ર બની જાય છે. હવે આવી જ ઘટના સામે આવી છે કડીના આંબલીયાસણ ગામે જ્યાં લગ્નના વરઘોડામાં બબાલ થતા માહોલ તંગ થઈ ગયો હતો. વરઘોડામાં નાચતા યુવાનનો પગ અન્ય વ્યક્તિને અડી જતા બબાલ થઈ હતી. ત્રણ લોકોએ યુવાનને માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલમાં પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લગ્નમાં વાતાવરણ ઉગ્ર બની જતા સૌ કોઈ ચોંકી ગયા હતા.
નરેશ પટેલે હાર્દિક પટેલના ‘અસામાજિક તત્વો’ વાળા નિવેદનને વખોડ્યું, જાણો શું કહ્યું
BHARUCH : ભાજપમાં જોડાયાના કલાકોમાં જ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલ આપેલા એક નિવેદનને લઈને પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ દેતા સમયે હાર્દિક પટેલ હડબડીમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોના યુવાનોને અસામાજિક તત્વો કહી દીધા હતા. હાર્દિક પટેલના આ નિવેદન બાદ લગભગ મોટા ભાગના પાટીદાર નેતાઓએ હાર્દિક પટેલની ઝાટકણી કાઢી હતી. અને હવે ખોડલધામ પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પણ હાર્દિક પટેલના આ નિવેદનને વખોડ્યું છે.
ભરૂચના જંબુસર તાલુકાના છીદ્રા ગામે માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં નરેશ પટેલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા નરેશ પટેલે હાર્દિક પટેલના અસામાજિક તત્વો વાળા નિવેદનને વખોડ્યું હતું અને કહ્યું હતું કે આ નિવેદન એ હાર્દિક પટેલની મોટી ભૂલ છે. હાર્દિકે ભાજપમાં જોડાતા જ આંદોલનકારીઓને અસામાજિક તત્વો કહ્યા એ હાર્દિક પટેલની મોટી ભૂલ છે.
વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જેનાથી આવનારા સમયમાં લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. હવમાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં બે દિવસ તાપમાન 43 ડિગ્રી રહેશે. ત્યાર બાદ 6 તારીખથી તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થશે. આ ઉપરાંત 8 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ રહેશે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીની પણ અસર રહેશે. જોકે રાજ્યમાં હજુ મોન્સૂનના વરસાદની રાહ જોવી પડશે.