ખેડબ્રહ્માઃ સાબરકાંઠામાં ઇકો ચાલકે 15 વર્ષીય સગીરાને ભોળવીને વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. જેને કારણે સગીરા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. જોકે, ગર્ભવતી સગીરાને યુવકે અપનાવવાનો ઇનકાર કરતાં સગીરાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અંતે સગીરાએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગુજરાતમાં લોકડાઉનને કારણે સ્કૂલો બંધ હોવાથી સગીરા ગામના લોકો સાથે ઘઉં કાપવા જતી હતી. તેઓ આસપાસના ગામમાં જવા માટે ઇકોમાં જતા હતા. આ સમયે ઇકો ચાલકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધો બાંધવાના શરૂ કર્યા હતા.
હોળીના સમયે ઇકો ચાલક અન્ય લોકોને ઉતારી સગીરાને રાતે 8 વાગ્યે ગામથી થોડે દૂર લઈ ગયો હતો. તેમજ અહીં તેની સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું. આ પછી તો તે સગીરાને વારંવાર બોલાવી તેની સાથે મજા માણતો હતો.
હોળી પછી સગીરા તેની બહેનના ઘરે ગઈ હતી. અહીં પણ ઇકો ચાલક તેને મળવા પહોંચી ગયો હતો. તેમજ ફરીથી લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે શરીરસુખ માણ્યું હતું. જોકે, આ શરીરસંબંધોને કારણે સગીરા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી.
સગીરા ગર્ભવતી થઈ જતાં પરિવારજનોએ તેની પૂછપરછ કરતાં તેણે ઇકો ચાલક સાથે સંબંધ હોવાનો ખુલાસો કર્યો હતો. આથી સગીરાના માતા-પિતાએ યુવકના ઘરે જઈ દીકરી સાથે લગ્ન કરવા જણાવ્યું હતું. જોકે, યુવકે લગ્ન કરવા ઇનકાર કરી દીધો હતો. આમ, પ્રેમીએ ગર્ભવતી બનાવી દગ્ગો દેતા સગીરાએ યુવક સામે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Dahod : પત્નીના ગામના જ યુવક સાથે લફરાની પડી શંકા, પછી પતિએ.....
દાહોદઃ દેવગઢ બારીયાના ભુવાલ ગામે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. 26 વર્ષિય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પંહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પત્નિ સાથે આડા સંબંધના વહેમમાં પતિએ યુવકને ગળાના ભાગે હથિયારથી ઘા મારી મોતને ઘાટ ઉતારી દિધો હતો. પોલીસે લાશનો કબજો મેળવી નજીકના દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કરી દીધા છે.
ગામમાં જ રહેતા 26 વર્ષીય બુધાભાઈ મગનભાઈ પટેલને આરોપીએ ગળે હથિયાર ફેરવી દઈ ઘટના સ્થળ પર મોતને ઘાટ ઉતારી નાસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકના પિતા મગનભાઈ ભુરાભાઈ પટેલે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.