ઇડરઃ ઇડરના મુડેટીમાં એક મહિના પહેલા એસઆરપીએફ જવાને જંગલમાં ઝાડ પર લટકી આપઘાત કરવાના કેસમાં ચોંકાવારી વિગતો સામે આવી છે. ઇડર પોલીસને મૃતક એસઆરપી જવાનની સૂસાઇડ નોટ મળી આવી છે, જેમાં એસઆરપી જવાને પોતાના આપઘાત પાછળનું કારણ જણાવ્યું છે.
એસ.આર.પી.એફ કેમ્પ ગ્રુપ-6 માં ફરજ બજાવનાર પંકજભાઈ જોગીરાભાઈ (રહે.દલપુરા તા. દાતા)ની તા. 27-10-20ના રોજ જંગલમાં ઝાડ પર ફાંસો ખાઈ લીધો હતો. તેણે સૂસાઇડમાં જણાવ્યા પ્રમાણે, મૃતકની તરલીકાબેન અમૃતભાઈ બરંડા (રહે.ભટેડા તા. ભિલોડા) સાથે સગાઈ થઇ હતી. સગાઈ પછી મંગેતર યુવતી વહેમ રાખી ફોન પર પંકજભાઈને માનસિક ત્રાસ આપતી હતી. મૃતકની માતા રેવીબેનની ફરિયાદને આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરવા અંતર્ગત તરલીકાબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
નોંધનીય છે કે, ગત 27મી ઓક્ટોબરે એસ.આર.પી. જવાન પંકજભાઈ જોગીરાભાઈ (રહે.દલપુરા તા. દાતા)ની જંગલમાં ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસને મૃતકે લખેલ ચિઠ્ઠી મળી હતી. જેમાં મંગેતર અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠાઃ મહિના પહેલા SRP જવાને કેમ કરી લીધી હતી આત્મહત્યા? સૂસાઇડ નોટમાં ફિયાન્સેને લઈ શું કર્યો ધડાકો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Nov 2020 01:03 PM (IST)
એસ.આર.પી.એફ કેમ્પ ગ્રુપ-6 માં ફરજ બજાવનાર પંકજભાઈ જોગીરાભાઈ (રહે.દલપુરા તા. દાતા)ની તા. 27-10-20ના રોજ જંગલમાં ઝાડ પર ફાંસો ખાઈ લીધો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -