ઉત્તર ગુજરાતના કયા તાલુકાના 23 વિસ્તારોમાં લગાવાઇ કલમ 144? કારણ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Sep 2020 07:24 PM (IST)
ધાનેરાના કન્ટેનમેન્ટ એરિયામાં કલ 144 લાગુ કરવામાં આવી છે. તાલુકાના 23 વિસ્તારમાં સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ધાનેરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોનાના કેસો સતત વધી રહ્યા હોવા છતા લોકો બેદરકારી દાખવી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના 23 વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. ધાનેરાના કન્ટેનમેન્ટ એરિયામાં કલ 144 લાગુ કરવામાં આવી છે. તાલુકાના 23 વિસ્તારમાં સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. 24 સપ્ટેમ્બરથી 21 ઓક્ટોબર સુધી સમગ્ર 23 વિસ્તારમાં કલમ 144 અમલી રહેશે. ધાનેરામાં સતત કોરોના કેસ વધતા સંક્રમણ રોકવા માટે તંત્રએ પગલું લીધું છે. હાલ 40 કરતા વધુ એક્ટિવ કેસ છે. ટોટલ 125 કરતા વધુ કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. ધાનેરા તાલુકામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ બાબતે લોકો બેદરકાર છે.