સુરતઃ પાટીદાર સંસ્થા SPGમાં નવી નિમણૂક સાથે બે ભાગલા પડ્યા હોવાની સ્થિતિ સપાટીએ જોવા મળી. બે સપ્તાહ અગાઉ SPG ના પૂર્વ અધ્યક્ષ લાલજી પટેલે નવી નિમણૂકો બાબતે નારાજગી વ્યક્ત કરેલ હતી, તેની સામે પૂર્વીન પટેલે પણ SPGમાં સબ સલામત હોવાનો દાવો કર્યો હતો.
કલોલથી ઊંઝા સુધી નીકળેલી આ યાત્રામાં લાલજી પટેલ કે પૂર્વીન પટેલ જોવા મળ્યા નોહોતા. ABP અસ્મિતા સાથેની વાતચીતમાં લાલજી પટેલે સ્વીકાર્યું કે આ પ્રકારની કોઈ યાત્રામાં જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું નથી. સાથે જ કોની અધ્યક્ષતામાં યાત્રા થઈ રહી છે તે અંગે પણ તેઓ અજાણ છે. SPG ના નવનિયુક્ત અધ્યક્ષ અશ્વિન પટેલે ABP અસ્મિતા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે પૂર્વીન પટેલ પારીવારીક કામના સંદર્ભે ગેરહાજર છે. પણ SPG માં કોઈ ભાગ પડ્યા નથી. આજની આ યાત્રાનું મહત્વ 21 હજાર જેટલા યુવાનોને SPG માં જોડવાનું છે અને કલોલ બાદ આગામી સમયમાં સૌરાષ્ટ્ર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ આશિર્વાદ યાત્રા કાઢવામાં આવશે.
પાટીદારોની મોટી સંસ્થા સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)માં બે ફાંટા પડ્યા છે. અસપીજીના અધ્યક્ષ લાલજીભાઈએ અટકાવેલી નિમણુકને લઈને વિવાદ વકર્યો છે. લાલજી પટેલના નિર્ણયની વિરોધમાં નવી સમિતિ બનાવી છે. એસપીજીના અધ્યક્ષ બદલાવાયા છે. એસપીજી ગ્રુપના નવા હોદેદારો નિમવાના મામલે એસપીજીના નવા અધ્યક્ષ અશ્વિન પટેલ બનવા મુદ્દે લાલજી ભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
એસપીજી ગ્રુપના કોઇ નવા અધ્યક્ષ કે હોદેદારોની નિમણુક કરાઈ નથી. અમારી ગેરહાજરી માં મિટિંગ બોલાવી એસપીજીના લેટરપેડ અને લોગાનો ઉપયોગ કરી અધ્યક્ષ બની ગયાં છે. આ મિટિંગમાં મારી હાજરી ન હતી. એસ પી જી ગ્રુપ બે ભાગમાં વેચાયું. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલે જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલ મહામંત્રી અને પ્રવક્તા પુર્વિન પચેલની વરણી કરવામાં આવી છે. ૨૭/૭/૨૧ એસપીજીના હોદ્દા અને વરણી સ્થગીત કર્યા હતા. બાદમા ૧૭ તારીખ સુધિ કોઈ પણ હોદ્દે દારની વરણ સ્થગીત કરી નવા હોદ્દેદારોની કરાઈ નિમણુક.