Mehsana News: 27 વર્ષની નોકરીમાં એક પણ દીવસ રજા ન મૂકનાર અને એક પણ અક્સ્માત ન કરનાર ખેરાલુ ડેપોના એસટી ડ્રાઈવરને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ એસટી ડ્રાઇવરનું નામ છે પીરૂમિયા મીર જેની ગુજરાત રોડ સેફ્ટી માટે પસંદગી કરવામા આવી છે અને રાષ્ટ્રપતિના હાથે તેનું સન્માન કરવામાં આવશે. પીરૂમિયા મીર છેલ્લાં 27 વર્ષથી ગુજરાત પરિવાર નિગમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જો કે 27 વર્ષની નોકરીમાં તેમણે અંકલેશ્વર, અંબાજી અને ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવી છે. હાલ તેઓ ખેરોલ ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવે છે.


તેમની 27 વર્ષની નોકરીમાં પીરુભાઈએ એક પણ દિવસની રજા મૂકી નથી. હંમેશા તેઓ સમયસર પોતાની નોકરી ઉપર પહોંચી જાય છે. તેમના કારણે આજ સુધી ક્યારે એસટી બસ મોડી ઉપડી નથી. પીરુભાઈએ પોતાની ફરજ એવી નિષ્ઠાથી નિભાવી છે કે એસટી વિભાગ દ્વારા તેમને એક પણ નોટીસ મળી નથી. 27 વર્ષથી તેઓ લગાતાર એસટી ચલાવે છે પરંતુ તેમના હાથે એક પણ અકસ્માતની ઘટના બની નથી. જોકે પીરુમિયા મીરને સન્માનીત કરવાની જાહેરાત થતાં ખેરાલુ ડેપોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સહુ કોઈ પીરૂભાઇ મીરને અભિનદન આપી રહ્યા છે.


વલસાડ શહેરમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસના દરોડા


વલસાડ શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરના આદર્શ સોસાયટીના મકાન નંબર 8માં દારૂની મેહફીલ માણતા 15 શખ્સો ઝડપાયા હતા. જેમાં પૂર્વ પાલિકા સભ્યના પતિ, ભાજપના હોદ્દેદારો અને નબીરાઓ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. આ સમયે પોલીસ ત્રાટકી અને પૂર્વ પાલિકા સભ્યના પતિ અને ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને ઝડપ્યા હતા. પોલીસે રોકડ રકમ, દારૂની બોટલ, 20થી વધુ મોબાઈલ ફોન સહિત મોંઘીદાટ કાર મળી 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


રાજકોટની આ પ્રખ્યાત યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાનું વાવેતર મળી આવતા હડકંપ


રાજકોટ: શહેરમાંથી એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે. મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજો પકડાતા ચકચાર મચી જવા માપી છે.  યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજો મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. બોયઝ હોસ્ટેલની બાજુમાંથી ગાંજો મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, મારવાડી યુનિવર્સિટી અને કોલેજમાં અંદાજિત 10000થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે. સુકો ગાંજો તેમજ લીલા ગાંજાના છોડવા મળી આવ્યા છે.


મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં જ ગાંજાનું વાવેતર થતું હતું. મારવાડી કેમ્પસની અંદર પણ ગાંજાના છોડવા વાવેલા કેમેરામાં કેદ થયા છે. કેમ્પસની પાછળ આખું ગાંજાનું ખેતર મળી આવ્યું છે. જે બાદ પોલીસ કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. મીડિયા પહોંચ્યા બાદ મારવાડી કેમ્પસ પાછળ આવેલા ખેતરમાં આગ લગાવવામાં આવી હતી. આગના ધુમાડાઓમાથી ગાંજાની તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી.