ડીસાઃ અમદાવાદની યુવતી પર ડીસાના એસટી બસ સ્ટેન્ડમાં જ ત્રણ હોમગાર્ડ જવાનોએ ગેંગરેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની મુસાફર યુવતી ડીસા બસ સ્ટેન્ડમાં રાત્રે આ નરાધમોએ દુષ્કૃત્ય આચાર્યું હતું. વહેલી સવાર જ સનસનીખેજ ઘટનાના ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે. હાલ, યુવતી ડીસા ઉત્તર પોલીસ મથખે પહોંચી છે.


યુવતીની ફરિયાદને આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ રક્ષકો દ્વારા જ બળાત્કાર ગુજારવામાં આવતા ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે. એટલું જ નહીં, એસટી તંત્રના સલામત સવારીના દાવા વચ્ચે બસ સ્ટેન્ડમાં જ બનેલી આ ઘટનાને કારણે દાવા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.