Mehsana News: મહેસાણા જિલ્લાના રોડ રસ્તા પર યમરાજાના આંટા ફેરા વધી ગયા હોય તેમ લાગે છે. છેલ્લા 24 કલાકમાં ગમખ્વાર અકસ્માતની ત્રણ ઘટના બની છે. નંદાસણ-છત્રાલ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. રોડ ક્રોસ કરી રહેલા ત્રણ રાહદારીઓને સ્વિફ્ટ  કારે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા. ત્રણેય રાહદારીઓ જોટાણા તાલુકાના મુદરડા ગામના વતની હોવાનું સામે આવ્યું છે.


મહેસાણાના ગોઝારીયા રોડ પર સાઇબાબા મંદીર પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. અહીં બાઈક પર જઇ રહેલી એક વ્યક્તીને અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતાં મોત થયું છે. અજાણ્યાં વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. જ્યારે બાઈક ચાલકનું ઘટન સ્થળે જ મોત થયાના સમાચાર છે. બીજી એક હિટ એન્ડ રનની ઘટના સતલાસણાના શાહપૂરા પાટિયા પાસે બની છે. અહીં ઘાસ ચારો લઈ ઘરે જતી મહિલાને ગાડી ચાલકે ટકકર મારીને ફરાર થઈ ગયો હતો. જ્યારે ગાડીની ટકકરે  ઘાયલ મહિલાનું મોત થયું છે. GJ18BH 2481નંબરની ગાડી ચાલકે ટક્કર મારી હતી. સતલાસણા પોલીસે ગુનો નોંધી ગાડી ચાલકની તપાસ શરૂ કરી છે.


સુરતના માંગરોળના પીપોદ્રા ગામે બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માસૂમ બાળકનું મોત નિપજ્યું છે. સુરતના માંગરોળના પીપોદ્રા ગામે બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માસૂમ બાળકનું મોત નિપજ્યું છે. ઘટના ગઇકાલ સાંજની છે.અહીં બાઇક પર  પતિ-પત્ની અને 7 વર્ષનું બાળક જતું હતું. આ સમયે અચાનક જ પૂરપાટ ઝડપે આવતા વાહને બાઇકને ટક્કર મારતા 7 વર્ષના માસૂમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.   


અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન


અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટના અમદાવાદના શાહપુર વિસ્તારમાં ઘટી છે, અહીં એક કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો, જેમાં એકનું મોત થયાના સામાચાર છે. માહિતી પ્રમાણે, આજે અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક દર્દનાક હિટ એન રનની ઘટના ઘટી હતી, કારચાલકે દંપતીને હડફેટે લીધા હતા, કાર ચાલકે એક્ટિવા પર સવાર દંપતીને અચાનક ટક્કર મારી દેતા, ઘટના સ્થળ પર જ દંપતિમાંથી એકનું એટલે કે પતિનું મોત થયુ હતુ, અને પત્નીને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ ઘટના મામલે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.