Hit And Run: મહેસાણાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટનાએ વધુ એક ભોગ લીધો છે. મહેસાણાના ગોઝારીયા રોડ પર સાઇબાબા મંદીર પાસે હિટ એન્ડ રનની ધટના બની છે. અહીં બાઈક પર જઇ રહેલી એક વ્યક્તીને અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતાં મોત થયું છે. અજાણ્યાં વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. જ્યારે બાઈક ચાલકનું ઘટન સ્થળે જ મોત થયાના સમાચાર છે.


બીજી એક હિટ એન્ડ રનની ઘટના સતલાસણાના શાહપૂરા પાટિયા પાસે બની છે. અહીં ઘાસ ચારો લઈ ઘરે જતી મહિલાને ગાડી ચાલકે ટકકર મારીને ફરાર થઈ ગયો હતો. જ્યારે ગાડીની ટકકરે  ઘાયલ મહિલાનું મોત થયું છે. GJ18BH 2481નંબરની ગાડી ચાલકે ટક્કર મારી હતી. સતલાસણા પોલીસે ગુનો નોંધી ગાડી ચાલકની તપાસ શરૂ કરી છે.


Surat News : હિટ એન્ડ રનની ધટનામાં એકનું મોત, અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત


Accident: સુરતના માંગરોળના પીપોદ્રા ગામે બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માસૂમ બાળકનું મોત નિપજ્યું છે.


સુરતના માંગરોળના પીપોદ્રા ગામે બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માસૂમ બાળકનું મોત નિપજ્યું છે. ઘટના ગઇકાલ સાંજની છે.અહીં બાઇક પર  પતિ-પત્ની અને 7 વર્ષનું બાળક જતું હતું. આ સમયે અચાનક જ પૂરપાટ ઝડપે આવતા વાહને બાઇકને ટક્કર મારતા 7 વર્ષના માસૂમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.   


Accident: અમદાવાદમાં હિટ એન્ડ રનમાં એકનું મોત, કાર ચાલકે એક્ટિવાને હવામાં ઉડાવી


Accident: અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટના અમદાવાદના શાહપુર વિસ્તારમાં ઘટી છે, અહીં એક કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો, જેમાં એકનું મોત થયાના સામાચાર છે.


માહિતી પ્રમાણે, આજે અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક દર્દનાક હિટ એન રનની ઘટના ઘટી હતી, કારચાલકે દંપતીને હડફેટે લીધા હતા, કાર ચાલકે એક્ટિવા પર સવાર દંપતીને અચાનક ટક્કર મારી દેતા, ઘટના સ્થળ પર જ દંપતિમાંથી એકનું એટલે કે પતિનું મોત થયુ હતુ, અને પત્નીને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ ઘટના મામલે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.