પાલનપુરઃ 16 ડિરેક્ટરો માટે બનાસ ડેરીની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ છે. ત્યારે છેલ્લા 6 દિવસમાં 10 ફોર્મ ભરાયા છે. જેમાં મોટા મોટા નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે.
રાધનપુર બેઠકથી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, થરાદ બેઠકથી બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ તેમજ પાલનપુર બેઠકથી પરથીભાઇ ભટોળે ઉમેદવારી નોંધાવી છે. આજે અંતિમ દિવસે બાકી રહેલા તમામ ફોર્મ ભરાસે. ડીસાથી માવજી દેસાઈ ફોર્મ ભરશે.
સહકારમાં કદાવર નેતા ગણાતા અણદાભાઈ પટેલ કાંકરેજમાંથી ફોર્મ ભરશે. આજે ફોર્મ ભરાયાં બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. બનાસડેરી મા અત્યાર સુધી કુલ 10 ઉમેદવારી પત્ર રજૂ થયા છે. 16 ડિરેકટર માટે ચૂંટણી યોજાવાની છે. માવજી દેસાઈ આજે ફોર્મ ભરી શંકરભાઈ ચૌધરી સામે પેનલ બનાવે તેવી શક્યતા છે.
બનાસ ડેરી ચૂંટણીઃ કયા કયા દિગ્ગજોએ નોંધાવી ઉમેદવારી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2020 09:30 AM (IST)
રાધનપુર બેઠકથી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, થરાદ બેઠકથી બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ તેમજ પાલનપુર બેઠકથી પરથીભાઇ ભટોળે ઉમેદવારી નોંધાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -