મહેસાણા: મહેસાણા જિલ્લામાં 23 મેના રોજ ટોરેન્ટ ફાર્મા કંપનીના કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનો અહેવાલ એબીપી અસ્મિતા દ્વારા અપાયો હતો. આ મુદ્દે કંપની દ્વારા એવી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ યુવક તેમની કંપનીનો કર્મચારી નથી. જો કે એબીપી અસ્મિતા તેણે આપેલી માહિતીને વળગી રહે છે. એબીપી અસ્મિતા દ્વારા વિજાપુર તાલુકાના માઢી ગામના 26 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલમાં લખાયું હતું કે, આ યુવાન ટોરેન્ટ ફાર્મામાં નોકરી કરે છે.
ટોરેન્ટ ફાર્મા તરફથી કહેવામાં આવ્યું છે કે, 23 મેના રોજ વિજાપુર તાલુકામાં જે વ્યક્તિનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે વ્યક્તિ અમારો કર્મચારી નથી.
મહેસાણાના માઢીના યુવાનના કોરોના પોઝિટિવ રીપોર્ટ અંગે ટોરન્ટ ફાર્માની સ્પષ્ટતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2020 06:09 PM (IST)
મહેસાણા જિલ્લામાં 23 મેના રોજ ટોરેન્ટ ફાર્મા કંપનીના કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનો અહેવાલ એબીપી અસ્મિતા દ્વારા અપાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -