1 સપ્ટેમ્બરથી ઊંઝા માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે, જાણો કારણ
abpasmita.in | 29 Aug 2019 06:49 PM (IST)
ઊંઝાનું માર્કેટયાર્ડ એ ફફત મહેસાણામાં જ પ્રખ્યાત નથી પરંતુ એશિયામાં સૌથી મોટું માર્કેટયાર્ડ ઊંઝાને માનવામાં આવે છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરીને જીરું, વરિયાળી, ઇસબગુલ, જેવા પાકોનું મોટા પાયે ખરીદ વેચાણ કરવામાં આવે છે.
મહેસાણા: આગામી 1 સપ્ટેમ્બરથી વાર્ષિક 1 કરોડના રોકડ ટ્રાન્જેકશન પર બે ટકા TDS લગાડવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારે સરકારની આ જાહેરાતની સામે ઠેર ઠેર વિરોધના સૂર ઉઠ્યા છે. ઊંઝા એપીએમસીના વેપારીઓ તરફથી સરકારના આ નિર્ણયની વિરોધમાં 1 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતના બંધનું એલાન આપ્યું છે. 1 સપ્ટેમ્બરથી બે ટકા ટીડીએસ લાગુ થતા વેપારીઓએ ફરજીયાત ચેકથી પેમેન્ટ કરવા પડે તેવી સ્થિતિ છે. જો કે, વેપારીઓનો દાવો છે કે, ચેકથી પેમેન્ટ કરવામા આવે તો ખેડૂતોને મુશ્કેલી પડે તેમ છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ઓફ સિઝનમાં આઠથી દસ કરોડનું ટર્ન ઓવર થાય છે જ્યારે જીરાની સિઝનમાં આ આકડો વધી 50 કરોડે પહોંચે છે. જો કે વેપારીઓનું કહેવું છે કે ખેડૂત જે માલ લઈ અમારી પાસે આવે છે ત્યારે અમે દોઢ ટકો કમિશન લઈએ છીએ ત્યારે સરકાર 2 ટકા TDS અમારી પાસે લઈલે જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ જશે. ઉલ્લેખનીય છે કે, ઊંઝાનું માર્કેટયાર્ડ એ ફફત મહેસાણામાં જ પ્રખ્યાત નથી પરંતુ એશિયામાં સૌથી મોટું માર્કેટયાર્ડ ઊંઝાને માનવામાં આવે છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરીને જીરું, વરિયાળી, ઇસબગુલ, જેવા પાકોનું મોટા પાયે ખરીદ વેચાણ કરવામાં આવે છે. અહીં દેશના ખૂણે ખૂણે અને વિદેશમાં આ માલને મોકલવાવમાં આવે છે.