Unjha GST Raid: છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી ઊંઝા એપીએમસીની તપાસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જીએસટી વિભાગે અહીં છેલ્લા ત્રણ દિવસથી તપાસની કામગીરી શરૂ કરી હતી, જેમાં હવે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહીમાં પાંચ પેઢીને 15 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે, જીએસટી વિભાગે ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેનની પેઢીને પણ 13 હજારથી વધુનો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં અત્યારે જીએસટી વિભાગે જબરદસ્ત કાર્યવાહી હાથ ધરી છે, જીએસટી વિભાગે ઠેર ઠેર દરોડાની કાર્યવાહી કરતાં આજે ઊંઝા એપીએમસીમાં મોટી કાર્યવાહી કરી છે, છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી કાર્યવાહીમાં આજે પાંચ પેઢીને તપાસમાં 15 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. જીએસટીની કાર્યવાહીમાં પાંચ પેઢી સામે 15 લાખ કરતા વધુનો આપ્યો દંડ અપાયો છે. આ સાથે જ ઉંઝા APMCના વાઇસ ચેરમેનની પેઢીને પણ 13800ની પેનલ્ટી અપાઇ છે. જીએસટી વિભાગની તપાસમાં સ્ટૉકના તફાવતમાં ફેરફાર જણાતા આ દંડ ફટકાર્યો છે. સૈનિક ટ્રાન્સપોર્ટ અને મહાશક્તિ ટ્રાન્સપોર્ટ પર પણ જીએસટી વિભાગની કાર્યવાહી થઇ છે. આ ઉપરાંત ગોપાલ ઇશ્વર, બાલચંદ સોમા, ગુરુકૃપા ઇન્ટરપ્રાઇઝ. એસ આર ટ્રેડર્સ સહિતની સાત પેઢીમાં પણ તપાસ કરવામાં આવી હતી
સુરતમાં કરચોરી કરતાં 15 વેપારીઓ પકડાયા, GSTના દરોડામાં સામે આવ્યુ 1.5 કરોડનું બૉગસ બિલિંગ
ગુજરાતમાં ફરી એકવાર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, આજે સુરત શહેરમાંથી વધુ એક મોટી કરચોરી પકડાયાના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં ચાલી રહેલી કાર્યવાહીમાં 15 જેટલા ડ્રાયફૂટ વિક્રેતાઓને ત્યાંથી 1.10 કરોડની કરચોરી પકડાઇ છે. સુરતમાં જીએસટી વિભાગે છેલ્લા કેટલાક સમયથી ડ્રાયફૂટ વિક્રેતાઓ પર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં અત્યાર સુધી કુલ 15 ડ્રાયફૂટ વિક્રેતાઓને ત્યાંથી 1.10 કરોડની કરચોરી પકડાઇ છે, હાલ જીએસટી વિભાગની તપાસની કામગીર પૂર્ણ થઇ છે. સુરતમાંથી મિક્સ ડ્રાયફૂટ પર 12%ની જગ્યાએ 5% ટેક્સ ભરવામાં આવ્યો છે. આની સાથે વેપારીઓની ટુકડાઓ દર્શાવી સારી ક્વૉલિટીના કાજુના વેચાણમાં પણ ગેરરિતી બહાર આવી છે. જીએસટી વિભાગે સુરત શહેર-જિલ્લાના 15 ડ્રાયફ્રુટના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. દિવાળી દરમિયાન મોટાભાગનો માલ બેનબરમાં વેચવામાં આવ્યો હતો, અહીંથી મોટાપાયે ખરીદ-વેચાણ અને સ્ટૉકને લગતાં હિસાબી ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે. વેપારીઓએ ખૂબ નજીવું વેપારનું બિલીંગથી બતાવી મોટાભાગનો માલ રોકડમાં છૂટક વેપારીઓને ત્યાં કાપી નાંખ્યો હતો. ખાસ વાત છે કે, સુરત શહેરના નાનપુરા, ઘોડદોડ રોડ, વરાછા, ભાગળ, ઝાંપાબજાર સહિતનાં વેપારીઓને વરુણીમાં લેવામાં આવ્યા હતાં. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે.
GDPના શાનદાર આંકડા બાદ જીએસટી કલેક્શનમાં જોરદાર ઉછાળો
દિવાળી, ધનતેરસ, છઠ્ઠ અને લગ્નની સિઝનને કારણે નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. નવેમ્બર 2024માં GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 15 ટકા વધુ છે. જોકે, ઓક્ટોબર 2023ની સરખામણીએ નવેમ્બરમાં GST કલેક્શનમાં ઘટાડો થયો છે. ઓક્ટોબર મહિનામાં GST કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું. નાણા મંત્રાલયે જીએસટી કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ નવેમ્બર 2023માં કુલ જીએસટી કલેક્શન રૂ. 1,67,929 કરોડ રહ્યું છે, જે ઓક્ટોબરના અગાઉના મહિનામાં રૂ. 1,72,003 કરોડ હતું. ડેટા અનુસાર, CGST રૂ. 30,420 કરોડ, SGST રૂ. 38,226 કરોડ, IGST રૂ. 87,009 કરોડ હતુ. ગયા મહિને IGST કલેક્શન રૂ. 91,315 કરોડ હતું. જ્યારે સેસનું કલેક્શન રૂ. 12,274 કરોડ થયું છે, જેમાંથી રૂ. 1036 કરોડ આયાતી માલ પર એકત્ર થયા છે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નવેમ્બર 2022ની સરખામણીમાં નવેમ્બર 2023માં GST કલેક્શનમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં આ છઠ્ઠી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડથી વધુ થયું છે. નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલથી નવેમ્બર મહિના દરમિયાન કુલ GST કલેક્શન 11.9 ટકા વધીને 13,32,440 કરોડ રૂપિયા થઈ ગયું છે જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કુલ GST કલેક્શન 11,90,920 કરોડ રૂપિયા હતું. આ આઠ મહિનામાં સરેરાશ GST કલેક્શન દર મહિને 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે 2022-23ના સમાન સમયગાળામાં સરેરાશ રૂ. 1.49 લાખ કરોડ હતી. આ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં GST કલેક્શન રૂ. 1,87,035 કરોડ હતું, જે વિક્રમજનક છે. આ પછી મે અને સપ્ટેમ્બર વચ્ચે થોડો ઘટાડો થયો હતો. નાણા મંત્રાલયે જીએસટી કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ નવેમ્બર 2023માં કુલ જીએસટી કલેક્શન રૂ. 1,67,929 કરોડ રહ્યું છે, જે ઓક્ટોબરના અગાઉના મહિનામાં રૂ. 1,72,003 કરોડ હતું.