હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ગઢોડા પાસે અજાણી યુવતીની લાશ મળી આવી છે. અજાણી યુવતીની લાશ પડી હોવાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. લાશની નજીક થેલીમાં સરસામાન પડેલો મળી આવ્યો છે.
જોકે, યુવતીનું કુદરતી મોત કે પછી હત્યા એ દિશામાં પોલીસે તપાસ ચાલુ કરી છે. જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ થતાં એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.