પાલનપુરઃ બનાસકાંઠામાં ઢોંગી સાધૂએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પાલનપુરની સત્યમ સીટીમાં રહેતા અને સંતનો ડોળ કરતા ઢોંગી સ્વામી રામરતન પુરી સામે મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પાલનપુરના ફાંસીયા ટેકરા વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાને ફોસલાવી-ધમકાવીને સ્વામીએ બળાત્કાર અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
માહિલાને ડરાવીને તેના પતિ જોડે છુટાછેડા લેવડાવ્યા હતા અને મહિલાને સ્વામીએ રઝળતી મૂકી દીધી હતી. મહિલાના બે પુત્રોને તેના ચેલા બનાવવાની ધમકીઓ આપી સ્વામી મહિલા સાથે દુષ્કર્મ કરતો હતો. મહિલાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં સ્વામી રામરતનપુરી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદ લઇ સ્વામીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પાલનપુરમાં ઢોંગી સાધૂએ મહિલા પર ગુજાર્યો બળાત્કાર, શું આપતો હતો ધમકી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2020 04:01 PM (IST)
પાલનપુરના ફાંસીયા ટેકરા વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાને ફોસલાવી-ધમકાવીને સ્વામીએ બળાત્કાર અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -