Monsoon Update:ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે, જ્યારે  અન્ય કેટલાક રાજ્યો હજું પણ  વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી પાછું હટવાનું શરૂ કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય ભારતમાં આગામી પાંચ દિવસ સુધી ઓછા વરસાદની શક્યતા છે.


ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે, જ્યારે અન્ય રાજ્યો હજુ પણ  સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન  હવામાન વિભાગ (IMD)એ ચોમાસું પાછું ખેંચવાની સંભવિત તારીખ આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી પાછું હટવાનું શરૂ કરે તેવી શક્યતા છે.


ચોમાસું ક્યારે શરૂ થાય છે?


સામાન્ય રીતે કેરળમાં 1 જૂનથી ચોમાસું શરૂ થાય છે અને 8 જુલાઈ સુધી સમગ્ર દેશમાં વરસાદ પડે છે. 17 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે.


હવામાન વિભાગે શું કહ્યું?


હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય ભારતમાં આગામી પાંચ દિવસ સુધી ઓછા વરસાદની શક્યતા છે. 25 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે અનુકૂળ સ્થિતિ બની રહી છે.ઉત્તરપશ્ચિમ ભારતમાંથી ચોમાસાનું વિદાય એ ભારતીય ઉપખંડમાંથી તેના પાછું ખેંચવાની શરૂઆતનો સંકેત જ આપે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, જો ચોમાસાની વિદાયમાં વિલંબ થશે તો આગામી સમયમાં વરસાદ પડી શકે છે.


અત્યાર સુધીમાં કેટલો વરસાદ થયો?


ભારતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. અત્યાર સુધીમાં 780.3 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ 832.4 મીમી છે. સામાન્ય રીતે દેશમાં ચાર મહિનાની ચોમાસાની ઋતુ દરમિયાન સરેરાશ 870 મીમી વરસાદ પડે છે.


રાજયમાં આવતીકાલે આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


ઓગસ્ટમાં લાંબા વિરામ બાદ સપ્ટેમ્બરમાં કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગે આવતી કાલ માટે પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ પાસે પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આવતી કાલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આવતી કાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલમાં વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના સંકેત મુજબ દાહોદ અને વડોદરામાં આવતી કાલે ભારે  વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.