Defamation Case Live Update: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટો ઝટકો, ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી, 2024ની નહિ લડી શકે ચૂંટણી
મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં મળેલી સજા વિરુદ્ધ રાહુલ ગાંધીની અરજી ગુજરાત હાઇકોર્ટ ફગાવી છે. જાણો વધુ અપડેટ્સ
મોદી અટકને લઇને રાહુલ ગાંધી પર થયેલા માનહાનિ કેસમાં ફેર વિચાર અરજીને કોર્ટે ફગાવતા રાહુલ ગાંધીની સજા યથાવત રહી છે. અરજીકર્તા ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ આ મામલે કોર્ટના ફેસલાને આવકાર્યો છે.
લોકસભા ચૂંટણી 2019 પહેલા 13 એપ્રિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'મોદી સરનેમ' પર નિવેદન આપ્યું હતું. સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા 2019ના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
આ પછી 24 માર્ચે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી હતી. 25 માર્ચે રાહુલ ગાંધીએ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. 27 માર્ચે સરકારી બંગલો છોડવાની નોટિસ મળી. 22 એપ્રિલે રાહુલ ગાંધીએ બંગલો ખાલી કર્યો હતો. સુરત સેશન્સ કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમને રાહત મળી ન હતી. આ પછી, હાઈકોર્ટમાં તેના નિર્ણય પર ફેરર્વિચાર કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જે અરજીને પણ ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે.
રાહુલ ગાંધીની અપીલ પર હાઈકોર્ટમાં લાંબી ચર્ચા થઈ હતી. બે દિવસની સુનાવણીમાં રાહુલ ગાંધી વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. તેમણે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની માંગની તરફેણમાં ઘણી દલીલો રજૂ કરી હતી. તો બીજી તરફ આ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદી તરફે હાજર રહેલા વકીલોએ કહ્યું હતું કે કોર્ટ દ્વારા સજા થયા બાદ પણ રાહુલ ગાંધીના સ્વભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તેઓ કોર્ટમાં રાહત માંગી રહ્યા છે અને બહાર જાહેરમાં કહી રહ્યા છે કે હું કોઈપણ સજા ભોગવવા તૈયાર છું. બંને પક્ષોની તમામ દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ હેમંત એમ પ્રાચકે આદેશ માટે મામલો અનામત રાખ્યો હતો
મોદી સરનેમ માનહાનિ કેસમાં બે વર્ષની સજા સામે રાહુલ ગાંધી હાઈકોર્ટમાં ગયા હતા. માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધીએ નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા પર રોક લગાવવાની માંગ સાથે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. 23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019ની લોકસભા ચૂંટણી સંબંધિત નિવેદન બદલ રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી તેમની લોકસભાની સદસ્યતા પણ જતી રહી હતી. રાહુલ ગાંધીએ CJM કોર્ટના નિર્ણયને સુરત સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાંથી રાહત ન મળતા રાહુલ ગાંધી હાઈકોર્ટ પહોંચ્યા હતા. જોકે સજા બાદ અહીં પણ તેમની અપીલ અરજીને ફગાવવામાં આવતા હવે રાહુલ ગાંઘી મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે. ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, અમને ન્યાયપાલિક પર વિશ્વાસ છે અમે સુપ્રીમના દ્રાર ખખડાવીશું. આ લડત લાંબી ચાલશે.
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અપીલની અરજી કોર્ટે ફગાવી દેતા. રાહુલ ગાંધીની સજા યથાવત રહી છે. આ મામલે અરજીકર્તા ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને સ્વીકાર્યો હતો અને કોર્ટના ફેસલા માટે સંતોષ વ્યકત કર્યો હતો. કોર્ટમાં રાહુલ વિરૂદ્ધ ચુકાદો આવતા કોર્ટ સામે કોંગ્રેસના કાર્યકરો અને દિગ્ગજ નેતા એકઠા થયા છે અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્સા છે. તો બીજી તરફ દિલ્લી કોંગ્રેસેમાં પણ બેનરો સાથે કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની પુન વિચારની અરજી ફગાવી દેતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારની નિતી સામે કેટલાક સવાલ ઉઠાવ્યા છે. તેમણે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ તાનાશાહ સરકાર સામે સવાલ કર્યા અને કેન્દ્ર સરકાર અને અદાણી વચ્ચેના સંબંધો પર સવાલ કર્યા છે તમણે મહિલા અત્યાચાર, ખેડૂતોના મુદ્દે પણ સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. આ લડાઈ હજુ લાંબી ચાલશે
બ્રેકગ્રાઉન્ડ
Rahul Gandhi Defamation Case મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં મળેલી સજા વિરુદ્ધ રાહુલ ગાંધીની અરજી ગુજરાત હાઈકોર્ટે આજે ફગાવી છે.ક્રિમિનલ અપીલ ઝડપી ચલાવવા કોર્ટે નિર્દેશ કર્યો છે. હવે 2024ની ચૂંટણી કેવી રીતે લડવી તે રાહુલ માટે મોટો સવાલ છે. ગુજરાત હાઇકોર્ટ તરફથી રાહત ન મળતા હવે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે .છે. જો કે ગુજરાત કોર્ટના આ નિર્ણયથી રાહુલ ગાંધીને મોટા ઝટકો લાગ્યો છે. કારણ કે આ નિર્ણયથી રાહુલની સંસદની સદસ્યતા પણ રદ જ રહેશે. જાણીએ શું છે સમગ્ર માનહાનિનો કેસ
માનહાનિનો શું છે સમગ્ર કેસ
2019માં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક રેલી દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે મોદી સરનેમને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હો છે?
આ નિવેદન પર ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સ્થાનિક કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ભાજપના ધારાસભ્યએ દાવો કર્યો કે કોંગ્રેસના નેતાએ સમગ્ર મોદી સમુદાયને ચોર કહ્યા છે. આ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સાથે 15 હજારનો દંડ ફટકાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -