Morbi bridge collapse: મોરબી  ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાને લઈને હાઇકોર્ટેમાં આજે  જાહેર હિતની અરજી પર

  સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર સામે કેટલાક વેધક સવાલ કર્યાં હતા અને રાજ્યભરના પુલના ફિટનેસ સર્ટી રજૂ કરવાના આદેશ કર્યાં છે.


 મોરબી દુર્ઘટનાને લઇને મોરબી હાઇકોર્ટે કર્યાં વેધક સવાલ



  • રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવા હાઇકોર્ટનો સરકારને હુકમ

  • તમામ બ્રિજ જાહેર ઉપયોગ માટે ફિટ છે તેનું સર્ટી આપવા કર્યાં આદેશ

  • જે બ્રિજની હાલત ખાસ્તા હોય તેનું તાત્કાલિક રિપેર કરવાના આદેશ

  • દસ દિવસમાં કામગીરીને પૂર્ણ કરીને રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ અપાયા

  • ઓરેવા ગ્રૂપના માલિક સામે શું પગલા  લેવાયા

  • બ્રિજની દશા અને સ્થિતિ વિશે ચિંતા ન હોય તેવું પણ દેખાઇ આવે છે.

  • કોઇ એગ્રીમેન્ટ વિના બ્રિજ કેમ શરૂ કરી દેવાયો

  • શા માટે 5 – 5 વર્ષ સુધી ચૂપ રહ્યાં

  • એસઆઇટીનો રિપોર્ટ કોર્ટમાં સીલ કવરમાં જ રજૂ કરવામાં આવે

  • એસઆઇટીની તપાસ સંતોષકારક નહિ હોય તો અન્ય એજેન્સીને તપાસ  સોંપાશે

  • જો સરકાર પોતાની સત્તાનો ઉપયોગ નહિ કરે તો કોર્ટ રીટ ઇશ્યૂ કરશે

  • આટલી મોટી ઘટના બાદ પણ મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ નથી કરી

  • 12 ડિસેમ્બર હાથ ધરાશે સુનવાણી


 


ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા. નગરપાલિકાની લાપરવાહીના કારણે 140 લોકો મોતના મુખમાં હોમાઇ જતાં આ ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે.આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં  જ તે તૂટી પડ્યો હતો. ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રીજ ચાલુ કરી દેવાયો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીએ આપ્યો હતો જેને જિંદાલ ગ્રૂપ કામ સૌંપ્યું હતું પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ કંપનીના માલિકની ધરપકડ તો શું પૂછપરછ શુદ્ધા નથી થઇ. આજ કારણ છે કે લોકો સરકાર સામે કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસનો આપેક્ષ કરી રહ્યાં છે. આ કેસની વધુ સનાવણી 12 ડિસેમ્બરે યોજાશે