Morocco Earthquake News Updates: આફ્રિકન દેશ મોરોક્કો જોરદાર ભૂકંપથી હચમચી ગયું છે. અલ જઝીરા અનુસાર, મોરક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા પ્રચંડ ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 2,000 થી વધુ લોકોના મોત થયા છે. 6.8 ની તીવ્રતાના ભૂકંપને કારણે 2,012 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો 2,059 લોકો ઘાયલ થયા છે, જ્યારે અનેક લોકો બેઘર થયા છે.ભૂકંપના કારણે સર્જાયેલી તબાહીને ધ્યાનમાં રાખીને દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
મોરોક્કન કિંગે સર્જિકલ ફિલ્ડ હોસ્પિટલ તૈનાત કરવા સૂચના આપી
મોરોક્કોના કિંગ મોહમ્મદ છઠ્ઠાએ સશસ્ત્ર દળોને સર્ચિગ ઓપરેશ તેજ કરવા અને રેસક્યુ ટીમને સર્જિકલ ફિલ્ડ હોસ્પિટલ તૈનાત કરવાના નિર્દેશ આપ્યા છે, ભૂકંપનું એપિસેન્ટર ઐતિહાસિક શહેર મરાકેશની નજીક હોવાથી ઐતિહાસિક ઇમારતોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.અલ જઝીરાએ અહેવાલ મુજબ, મોટાભાગના મૃત્યુ દક્ષિણમાં અલ-હૌઝ અને ટેરોઉડન્ટ પ્રાંતના પર્વતીય વિસ્તારોમાં નોંધાયા હતા.શુક્રવારે મોડી રાત્રે મોરોક્કોના ઉચ્ચ એટલાસ પર્વતોને હચમચાવી દેનારા ભૂકંપના કારણે એપીસેન્ટરથી નજીકના નગરોને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ મોટાભાગના મૃત્યુ દક્ષિણમાં અલ-હૌઝ અને તારોઉડન્ટ પ્રાંતના પર્વતીય વિસ્તારોમાં થયા હતા,.
રેસ્કયુ ઓપરેશન અવિરત ચાલુ છે
ભૂકંપ બાદ પ્રચંડ વેગે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કાટમાળના કારણે રસ્તા બ્લોક થઇ જતાં રસ્તાઓ સાફ કરવાના પ્રયાસો સતત ચાલુ છે. ભૂકંપ 03:41:01 (UTC+05:30) પર 18.5 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતાના કારણે દક્ષિણમાં સિદી ઈફ્નીથી ઉત્તરમાં રાબાત અને તેનાથી આગળના વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. ધરતીકંપનું એપીસેન્ટ્ર મરાકેશ 72 કિલોમીટર પશ્ચિમમાં નોંધાયું હતું.
USGS PAGER સિસ્ટમ, જે ભૂકંપની અસર પર પ્રારંભિક મૂલ્યાંકન કરે છે, તેણે આર્થિક નુકસાન માટે "રેડ એલર્ટ" જારી કરીને કહ્યું કે વ્યાપક નુકસાનની સંભાવના છે.
વિદેશી નેતાઓએ ઘટનાને લઇને સંવેદના વ્યક્ત કરી અને ઇઝરાયેલ સહિત ઘણા દેશોએ સહાયની ઓફર કરી છે,યુએસ પ્રમુખ જો બિડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ " તેઓ લોકોના મોત અને આ કુદરતી વિનાશલીલાથી ખૂબ જ દુઃખી છે".
ચીનના રાષ્્ટ્રપતિ શી જિનપિંગે "પીડિતો માટે ઊંડો શોક" વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે "મોરોક્કન સરકાર અને લોકો આ આપત્તિની અસરને દૂર કરવામાં સક્ષમ હશે", બેઇજિંગના રાજ્ય મીડિયા અનુસાર.પોપ ફ્રાન્સિસે પણ ઘટના અંગે સંવેદન વ્યકત કરી છે.