બૈતુલઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના અને પૂર્વ ધારાસભ્યનું ધનતેરસની પૂજા કરતા કરતા અચાનક મોત થયું છે. બૈતુલના પૂર્વ ધારાસભ્ય વિનોદ ડાગા ધનતેરસના દિવસે મંદિરમાં પૂજા કરતાં હતા. મંદિરમાં ભગવાન પાર્શ્વનાથની પૂજા કર્યા પછી દાદા ગુરુદેવ મંદિરની પરિક્રમા કરી. પૂજા સમાપ્ત થઈ અને તેમણે દાદા ગુરુદેવનાં ચરણોમાં માથું ટેકવ્યું, તેની ગણતરીની સેકન્ડોમાં જ તે મંદિર સાથે અથડાતાં નીચે પડ્યા અને તેમનું નિધન થયું. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
દરમિયાન એક બાળકીએ વિનોદ ડાગાને જમીન પર પડેલા જોતા આ અંગે તેણે પૂજારીને જાણ કરી હતી. જેથી પૂજારી સહિતના લોકો દોડી આવ્યા હતા અને તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ન ઉઠતા તેમને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. અહીં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. વિનોદ ડાગા ધનતેરસના આગલા દિવસે એટલે કે બુધવારે રાતે જ ભોપાલ આવ્યા હતા. અહીં તેમણે પેટાચૂંટણીની બેઠકમાં હાજરી આપી હતી.
તેમના નિધનના સમાચાર પર લોકોને અચરજ થયું હતું અને કોંગ્રેસના નેતાઓ તેમના અચાનક નિધનથી હેરાન થઈ ગયા છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મંદિરે જણાવ્યું હતું કે, વિનોદ ડાગા રોજની જેમ જ પૂજા કરવા મંદિર આવ્યા હતા. શાંતિ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કર્યા પછી દાદા ગુરુદેવની પૂજા પૂરી થયા પછી તેઓ પડી ગયા અને એક છોકરીએ આવીને જણાવ્યું કે વિનોદ ડાગા પડી ગયા છે. દાદા ગુરુનું સાંનિધ્ય તેમને પ્રાપ્ત થયું છે.
કોંગ્રેસના નેતા ધનતેસરની પૂજા કરતાં કરતાં ગબડી પડ્યા ને મોતને ભેટ્યા, વીડિયોમાં કેદ થઈ કરૂણ ઘટના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Nov 2020 10:12 AM (IST)
પૂજા સમાપ્ત થઈ અને તેમણે દાદા ગુરુદેવનાં ચરણોમાં માથું ટેકવ્યું, તેની ગણતરીની સેકન્ડોમાં જ તે મંદિર સાથે અથડાતાં નીચે પડ્યા અને તેમનું નિધન થયું. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -