Health Tips: બાળપણથી આપણે સાંભળતા આવ્યાં છીએ કે, મોંથી નખ કતરવાની આદત ખરાબ છે. આવું ન કરવું જોઇએ. પરંતુ નખ કતરવાની આદતથી શું ખરાબ પરિણામ આવે છે તે વિશે ભાગ્યે કોઇ જાણતું હશે. નખ મોંથી કતરવાથી હેલ્થ પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે. શું ગંભીર પરિણામ આવી શકે છે જાણીએ.


સ્કિન ઇન્ફેક્શન


નેઇન બાઇટિંગના કારણે સ્કિન ઇન્ફેકશન થઇ શકે છે. સ્કિન રતાશ થઇ જાય છે અને સોજા પણ આવી જાય છે. આ આદતથી બેક્ટરિયલ ઇન્ફેકશન પણ થઇ શકે છે.


સાંધાનો દુખાવો


મોંથી નખ કતરવાની આદતથી સાંધાના દુખાવાની બીમારી પણ થઇ શકે છે. તેને સેષ્ટિક આર્થરાઇટિસ પણ કહે છે. તેનો ઇલાજ સરળ નથી. આ દુખાવો જીવનભર રહી શકે છે.


નખ પર પણ અસર


નેઇલ બાઇટિંગની ક્રાનિક હેબિટ છે. તેના કારણે નખની અંદરના ટિશ્યૂ પણ ખરાબ થઇ શકે છે. નખ વધતાં પણ બંધ થઇ જાય છે.


દાંતને પહોંચે છે નુકસાન


નેઇલ બાઇટિંગના કારણે દાંત નબળા પડે છે. તૂટી શકે છે. તેના પર જિદ્દી ડાઘ પણ જામી જાય છે. દાંતની રચનાને પણ અસર પહોંચે છે. દાંત વાંકાચૂકા થઇ શકે છે. આ આદતથી પેઢામાં સોજો આવી શકે છે અને ઇન્ફેકશનની પણ સમસ્યા થઇ શકે છે.


ડાઇજેશનના કરે છે પ્રભાવિત


નખ ચાવવાની આદત એ માટે પણ ખરાબ છે કારણ કે જો મોંમાં કોઇ પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેકશન હોય તો આ બેકટરિયા પેટ સુધી પહોંચે છે અને તેના કારણે ગૈસ્ટ્રોઇંટેસ્ટાઇનલ સંક્રમણ થઇ શકે છે. નખ ચાવવાની આદતથી પેટ સંબંધિત સમસ્યા પણ સર્જાઇ શકે છે.  આ આદતના કારણે પેટમાં દુખાવો, ડાયેરિયાની સમસ્યાનો પણ ભોગ બનવું પડે છે.


કેટલાક લોકો નિર્ણય ન લઇ શકવાની સ્થિતિમાં કે પછી ટેન્શનમાં હોય ત્યારે મોંથી નખ કતરતા જોવા મળે છે. આ આદત એક નહીં અનેક બીમારીને નોતરે છે. તેથી આદતને શક્ય હોય તેવી જલ્દી છોડી દેવી હિતાવહ છે.