New Parliament Building: જૂના સંસદ ભવનનું નિર્માણ પણ મધ્યપ્રદેશના મોરેના ચૌસઠ યોગિની મંદિરની ડિઝાઇનની તર્જ પર કરવામાં આવ્યું છે. જે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે મધ્યપ્રદેશના  આ  મંદિર જેવું જ  નવું  સંસદ ભવનનું નિર્માણ થયું છે. જાણીએ મંદિર અને સંસદ ભવનનું શું છે કનેકશન  


PM નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. નવી સંસદની ઉદ્ધઘાટનની  તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નવી સંસદની ડિઝાઇનને મધ્યપ્રદેશના પ્રખ્યાત મંદિર સાથે જોડવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રોજેક્ટની ડિઝાઇન વિદિશાના વિજય મંદિરને જોઈને કરવામાં આવી છે.


જૂના સંસદ ભવનનું નિર્માણ પણ મધ્યપ્રદેશના મોરેના ચૌસઠ યોગિની મંદિરની ડિઝાઇનની તર્જ પર કરવામાં આવ્યું છે. જે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે મધ્યપ્રદેશમાં મંદિરની જેમ નવા સંસદ ભવનનું નિર્માણ કરવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે સરકાર તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.


દાવો કરવામાં આવી રહ્યો છે કે, નવા સંસદ મંદિરની તર્જ પર બનાવવામાં આવી રહી છે. આ મંદિર મધ્યપ્રદેશના વિદિશામાં આવેલું છે. ઈતિહાસકારોના મતે વિજય મંદિરની ગણના દેશના સૌથી મોટા મંદિરોમાં થાય છે. આક્રમણકારો દ્વારા તેને ઘણી વખત લૂંટવામાં આવ્યું હતુ. વિજય મંદિરના ઊંચા પાયાને જોતા તેનું કદ અને સંસદનો આકાર સમાન છે.


મધ્યપ્રદેશના ઈતિહાસકારો કહે છે કે, વિજય મંદિર ઘણી વખત તોડવામાં આવ્યું છે અને લૂંટાઈ હતું. આ મંદિર મોહમ્મદ ઘોરીના ગુલામ અલ્તમશથી લઈને ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકોનો શિકાર બન્યું છે, પરંતુ તેનું નિર્માણ પણ વારંવાર થયું હતું. વિજય મંદિરની પાછળ ચાર મિનારા દેખાય છે. મંદિરનું વિજય મંદિર નિર્માણ ચાલુક્ય વંશના રાજાએ વિદિશાની જીતને કાયમી બનાવવા માટે અહીં ભેલીસ્વામીન (સૂર્ય)નું મંદિર બનાવ્યું હતું.


10મી અને 11મી સદીમાં પરમાર કાળ દરમિયાન પરમાર રાજાઓ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. મુઘલ શાસક ઔરંગઝેબે આ મંદિરને તોડી પાડ્યું હતું. આ પછી મરાઠા રાજાઓએ તેનું નિર્માણ કરાવ્યું હતું. દેશની વર્તમાન સંસદની ઇમારતની ડિઝાઇન મધ્યપ્રદેશના મોરેનામાં આવેલા ચૌસઠ યોગિની મંદિર જેવી છે, જેનું નિર્માણ બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે નવા સંસદ ભવનનું નિર્માણ પણ મધ્યપ્રદેશના વિજય મંદિર જેવું જ છે. એટલે કે ભારતની સૌથી શક્તિશાળી ઈમારતનો ઈતિહાસ આઝાદી પહેલા મધ્યપ્રદેશ સાથે જોડાયેલો છે અને આગળ પણ જોડાયેલ રહેશે.