Petrol pump on dhaba :સડક પરિવહન અને રાજમાર્ગે મંત્રી નીતિન ગડકરીએ આ કાર્ય માટે મંત્રાલયના અધિકારીઓને કામ કરવા માટે સુચન આપ્યાં છે. આ નિર્ણયથી ઢાબાના માલીકને પણ કમાવવાનો અન્ય અવસર મળશે


 હવે નેશનલ હાઇવે પર બનેલા ઢાબા પર આપને જમવાની સાથે પેટ્રોલ પંપ સહિતની પણ સુવિધા મળશે.રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ અધિકારીઓના આ પ્રોજેકટ પર કામ કરવાની સૂચના આપી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને ઢાબા પેટ્રોલ પંપની સુવિધા મળશે અને ઢાબાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવી રોજગારીની તક મળશે.


ઢાબા પર ખૂલશે પેટ્રોલ પંપ


એક ન્યુઝ એજન્સી અનુસાર રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કહ્યું કે, તેમણે તેમના મંત્રાલયના અધિકારીઓને નાના ઢાબા માલિકોને નેશનલ હાઇવેના કિનારે પેટ્રોલ પંપ અને સૌચાલય બનાવવાના પ્રસ્તાવ પર કામ કરવાના આદેશ આપ્યાં છે.


ગડકરીએ જણાવ્યું કે, તેમણે આ નિર્ણય એક યાત્રાના પ્રવાસ દરમિયાન થયેલા અનુભવ પરથી લીધો છે. તેમણે કહ્યું કે,  રોડના 200-300 કિલોમીટર તેમને એક પણ સૌચાલય ન મળ્યું,


એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું હતું કે, લોકો સડક કિનારીની જમીન પર દબાણ કરી રહ્યાં છે અને ઢાબા ખોલી રહ્યાં છે. મેં મારા મંત્રાલયના અધિકારીને કહ્યું કે,  જે રીતે NHAI પેટ્રોલ પંપ માટે NOC આપે છે તેવી જ રીતે આપણે નેશનલ હાઇવે પર બનેલા નાના ઢાબાના માલિકોને પેટ્રોલ પંપ અને સૌચાલય બનાવવાની મંજૂરી પર વિચાર કરવો જોઇએ.


ગુજરાત સરકારના મંત્રીઓ ઇલેક્ટ્રીક કારમાં કરશે પ્રવાસ?


ઇલોકટ્રોનિક વહાનને લઈને ગુજરાત સરકારના મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ નિવેદન આપ્યું છે કે, મંત્રીઓ પણ ઇલોકટ્રોનિક કાર વાપરે તે માટે આયોજન ચાલી રહ્યું છે. ગુજરાતમાં લોકોને પ્રેરિત કરવા મંત્રીઓથી શરૂ કરવામાં આવશે.