નવી દિલ્લીઃ ઓડિશામાં વિજળી પડતા 30 લોકોના મોત થયા છે, અને 36 લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.. રાજ્યના હોનારત નિયંત્રણ કેંદ્રએ 28 લોકોના મોતની પુષ્ટી કરી છે. જોકે મોતના આકંડા આનાથી વધુ હોવાનું માનવામાં આવે છે. રાજ્યાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકોના પરિવરજનોને સરકારી સહાય પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે. વિજળી પડવાથી ભદ્રકમાં 8, બાલેશ્વરમાં 7, ખોર્ધામાં 5 લોકોના મોત થયા છે. આ સિવાય મયુરભંજમાં 4,કટકમાં 2,જાજપુરમાં 3 અને નયાગઢમાં એખ શખ્સની પુષ્ટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.