અમદાવાદઃ વડોદરાની પારુલ યૂનિવર્સિટીના પૂર્વ સંચાલક જયેશ પટેલ સામે થયેલી જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકારે કેસની તપાસ અંગેનો અહેવાલ સીલબંધ કવરમાં કોર્ટમાં રજૂ કર્યો છે. જેમાં અત્યાર સુધી કરાયેલી તપાસ અંગેનું સ્ટેટસ કોર્ટને જણાવવામાં આવ્યું છે. સુનાવણી પૂર્ણ થતા કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે. બળાત્કારના આરોપી જયેશ પટેલ સામે થયેલી અરજીમાં રાજ્ય સરકાર અને રાજ્ય મહિલા આયોગને પણ પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. જેમાં અરજદારની માંગ છે કે જયેશ પટેલ સામે મેજિસ્ટરીયલ ઇંકવાયરી કરવામાં આવે અને પારુલ યુનીવર્સિટીમાં થયેલા બળાત્કાર કેસની નિષ્પક્ષ તપાસની કરવામાં આવે અરજદારે આ પિટિશનમાં બળાત્કારના કેસોની તપાસ માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવાની પણ હાઇકોર્ટ સમક્ષ માંગણી કરી છે.