અયોધ્યાઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિ પૂજન કરવાના છે. આ ભૂમિ પૂજન માટે તેઓ અયોધ્યા પહોંચી ચૂક્યા છે. તેમણે અયોધ્યા આવ્યા પછી સૌપ્રથમ હનુમાનગઢી ખાતે હનુમાનજીના દર્શન કરી આરતી ઉતારી હતી. તેમજ આરતીની થાળીમાં 500 રૂપિયા પણ મૂક્યા હતા.


હનુમાનજીના આશીર્વાદ લીધા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામજન્મ ભૂમિ સ્થળ પર પહોંચશે. જ્યાં રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે.