PM મોદીએ કહ્યું કે, થોડા દિવસો પછી હું રેડિયો પર 'મન કી બાત'નો 100મો એપિસોડ કરવા જઈ રહ્યો છું. 'મન કી બાત'ની વાત કરતા તેમણે કહયુ કે, દેશવાસીઓ સાથે આ પ્રકારનું ભાવનાત્મક જોડાણ, રેડિયો દ્વારા જ શક્ય બન્યું હતું. આ દ્વારા હું દેશવાસીઓની શક્તિ અને સામૂહિક ફરજની શક્તિ સાથે જોડાયેલો રહ્યો.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતમાં રેડિયો કનેક્ટિવિટી વધારવા માટે 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યું. તે 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલું છે.જે સરહદી વિસ્તારો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં એફએમ રેડિયો કનેક્ટિવિટીને વેગ આપશે. આ અવસર પર પીએમે કહ્યું કે આજે ઓલ ઈન્ડિયા રેડિયોની એફએમ સેવાનું આ વિસ્તરણ ઓલ ઈન્ડિયા એફએમ બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઓલ ઈન્ડિયા રેડિયોના 91 એફએમ ટ્રાન્સમિશનની આ શરૂઆત દેશના 85 જિલ્લાના 2 કરોડ લોકો માટે ભેટ સમાન છે.
PM એ કહ્યું કે,ભારત પોતાની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકે તે માટે એ જરૂરી છે કે, કોઈ પણ ભારતીય પાસે તકોની કોઈ કમી ન હોય. આધુનિક ટેકનોલોજીને દરેક માટે સુલભ બનાવવી એ આ માટે એક મોટું માધ્યમ છે. તેમણે કહ્યું કે જે રીતે આજે ભારતના દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડવામાં આવી રહ્યું છે. મોબાઈલ અને મોબાઈલ ડેટા બંનેની કિંમત એટલી બધી ઘટી ગઈ છે કે તેણે 'એક્સેસ ઑફ ઈન્ફોર્મેશન'ને સરળ બનાવી દીધું છે.
તેમણે કહ્યું કે દેશમાં પાછલા વર્ષોમાં જે ટેક ક્રાંતિ થઈ છે તેણે રેડિયો અને એફએમને નવા અવતારમાં બનાવ્યા છે. ઈન્ટરનેટના કારણે રેડિયો પછાત નથી રહ્યો, પરંતુ ઓનલાઈન એફએમ અને પોડકાસ્ટ દ્વારા એટલે કે ડિજિટલ ઈન્ડિયાએ રેડિયોને નવા શ્રોતાઓ અને નવા વિચારો આપ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે, ઘણીવાર જ્યારે આપણે કનેક્ટિવિટી વિશે વાત કરીએ છીએ ત્યારે રોડ, રેલ, એરપોર્ટનું ચિત્ર આપણી સામે ઉભરી આવે છે, પરંતુ ભૌતિક જોડાણ ઉપરાંત, અમારી સરકારે સામાજિક જોડાણ વધારવા પર સમાન ભાર મૂક્યો છે. અમારી સરકાર સાંસ્કૃતિક જોડાણ અને બૌદ્ધિક જોડાણને પણ મજબૂત કરી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં અમે પદ્મ પુરસ્કાર, સાહિત્ય અને કલા પુરસ્કાર દ્વારા દેશના વિવિધ ભાગોના વાસ્તવિક નાયકોનું સન્માન કર્યું છે.