લંડન: પીઓકે અને ગિલગિત-બાલ્ટિસ્તાનના લોકોએ લંડનમાં બુધવારે પાકિસ્તાનના હાઈકમિશ્નરના સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. પાક હાઈકમિશ્નરની બહાર પ્રદર્શન કરી રહેલા લોકો પોતાના હાથમાં બેનર અને તખ્તીઓ હતી.


પ્રદર્શનકારીઓએ આતંકી કેંપો અને પાક સમર્થિત સીમા પાર આતંકવાદને લઈને પાકિસ્તાન હાઈકમિશ્નરના સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લંડનમાં એક પ્રદર્શનકારી મહિલાએ કહ્યું કે, હું પાકિસ્તાનને અપીલ કરું છું કે પાક અધિકૃત કાશ્મીર (પીઓકે) અને ગિલગિત-બાલ્ટિસ્તાનમાં લોકો ઉપર ગુજારવામાં આવી રહેલા અત્યાચારો અને બર્બરતાપૂર્ણ કાર્યવાહીને બંધ કરે. અને ખાસ કરીને જ્યારે આ મુદ્દા ઉપર વાતચીત કરવામાં આવી રહી હોય ત્યારે તેમના પર જુલમ ન કરે. તમને જણાવી દઈએ કે, ઘણાં દેશોમાં પીઓકેમાં પાકિસ્તાન સેનાના અત્યાચારો વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. બલૂચિસ્તાનમાં પાકિસ્તાન સૈના તરફથી ગુજરવામાં આવી રહેલા અત્યાચારો વિરુદ્ધ બલૂચ લોકોએ જોરશોરથી પોતાનો અવાજ આઝાદી માટે બુલંદ કર્યો છે.

થોડા દિવસ પહેલા બલૂચ રાષ્ટ્રવાદી નેતાઓ અને દુનિયા ભરના બલૂચ કાર્યકર્તાઓએ ભારત તરફથી સરહદ પાર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનું સ્વાગત કર્યું હતું. અને તેમને આવા પ્રકારના અભિયાનો ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો. બલૂચ રિપબ્લિકન પાર્ટી (બીઆરપી)ના પ્રવક્તાના મતે, પાકિસ્તાન આતંકવાદીઓ માટે સ્વર્ગ છે અને અહીં તે કેંસરની જેમ ફેલાઈ રહ્યું છે. જો આ કેંસરને રોકવામાં નહીં આવે તો આવનાર સમયમાં તેની અસર સમગ્ર વિશ્વને ભોગવવી પડશે. લંડનમાં ચીન દૂતાવાસની બહાર માનવાધિકારની સ્થિતિ અને ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડૉર (સીપીઈસી) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા બલૂચ રાષ્ટ્રવાદીઓએ ગત દિવસોમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને યોગ્ય ગણાવી હતી. લંડનમાં ફ્રી બલૂચિસ્તાન મુવમેંટના ફૈજ મોહમ્મદ બલૂચે કહ્યું હતું કે આખી દુનિયા જાણે છે કે ઉરી હુમલા પાછળ પાકિસ્તાન હતું. શાંતિ ભંગ કરનાર લોકો માટે આ સ્ટ્રાઈક ખૂબ જ મહત્વપૂર્ણ છે.