Gujarat Politics: ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ અને આપ ગુજરાતમાં ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડશે. બે મહિના બેઠકો થશે ત્યારબાદ ચર્ચા થશે. ઈન્ડીયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે . આપ અને કોંગ્રેસ સીટો વહેંચી લોકસભા ચૂંટણી લડશે. લોકસભાની ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે લડશે.INDIA ના ગઠબંધન માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોડાયેલા હોવાથી લોકસભાની ચૂંટણી સાથે લડશે.  જ્યાં આમ આદમી પાર્ટી મજબૂત છે તેવા વિસ્તારો ની બેઠક બાબતે વિચારણા બાદ ટીકીટો ની વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવશે. ગુજરાતમાં 26 માંથી 26 બેઠક પર હવે નહિ જીતી શકે તેવો દાવો. અત્યારે પ્રાથમિક તબક્કાની પ્રોસેસ ચાલીરહી છે.


એબીપી અસ્મિતા સાથે આપના નેતા ઈસુદાન ગઢવીએ ખાસ વાતચીત કરી હતી. જેમાં જણાવ્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન ની વાત એ જાહેરાત નથી, મને સવાલ પૂછવામાં આવ્યો એટલે મેં જવાબ આપ્યો, કેન્દ્રીય સ્તરે INDIA ગઠબંધન ની વાત છે એ સંદર્ભે ગુજરાતમાં કોંગ્રેસ સાથે મળી ચૂંટણી લડવાની વાત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન સંદર્ભે કેજરીવાલ સાથે ચર્ચા પણ થઈ છે. હાલ પ્રાથમિક ધોરણે ગઠબંધનની વાત છે, બેઠકો અંગે કોઈ સ્પષ્ટતા નથી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડશે. કોંગ્રેસે હજી આ બાબતને લઈને કોઈ જ નિવેદન આપ્યું નથી.


AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. રાજ્યમાં હાલમાં સીટોની અમે તપાસ કરી રહ્યા છીએ. રાજ્યમાં અમે કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરીને ચૂંટણી લડીશું. I.N.D.I.Aના ગઠબંધન સાથે ચૂંટણી લડાશે અને અમે એટલી ખાતરી આપે છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણયો લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો નહીં લઈ જઈ શકે. ભાજપ આ ગઠબંધનથી ડરી ગયું છે અને તેમને ખબર છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં I.N.D.I.Aનું ગઠબંધન NDAને હરાવી દેશે. પ્રધાનમંત્રીથી લઇને ભાજપના નેતાઓ પણ I.N.D.I.Aને ગાળો આપી રહ્યાં છે.


ગુજરાતમાં ગઈ વિધાનસભામાં આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો અને 13 ટકા વોટ મળ્યા છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીAIMIMને 0.29 ટકા વોટ મળ્યા હતા. આ બંને પક્ષોએ ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું હતું અને કોંગ્રેસ તેના અત્યાર સુધીના સૌથી ખરાબ પ્રદર્શન સાથે માત્ર 17 બેઠકો પર પહોંચી ગઈ હતી.આટલા મોટા નુકસાનનું એક મુખ્ય કારણ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જેવા પક્ષો દ્વારા કોંગ્રેસના મતોમાં ઘટાડો છે. ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે ત્રણ પક્ષોને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતના પરિણામો ખૂબ જ નિરાશાજનક અને કોંગ્રેસ વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની હાર માટે ભાજપ, આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જવાબદાર છે.