Parliament Building Inauguration: નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનના બહિષ્કારને લઈને વિપક્ષ એકજૂટ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદમાં કહ્યું કે નવું સંસદ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીનો પુરાવો છે. અમિત શાહે કહ્યું કે પીએમ મોદી 28 મેના રોજ સંસદની નવનિર્મિત ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરશે. લગભગ 60,000 શ્રમ યોગીઓએ રેકોર્ડ સમયમાં આ નવી રચના બનાવવા માટે યોગદાન આપ્યું છે. આ પ્રસંગે પીએમ તમામ શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે.
ઐતિહાસિક પરંપરા પુનર્જીવિત થશે- અમિત શાહ
ગૃહમંત્રીએ કહ્યું કે, ઉદ્ઘાટન સમારોહમાં એક ઐતિહાસિક પરંપરાને પુનર્જીવિત કરવામાં આવશે, જેની પાછળ યુગોથી જોડાયેલી પરંપરા છે. તેને તમિલમાં સેંગોલ કહેવામાં આવે છે જેનો શાબ્દિક અર્થ થાય છે સંપત્તિથી સંપન્ન. ગૃહમંત્રીએ કહ્યું કે, 14 ઓગસ્ટ 1947ના રોજ એક અનોખી ઘટના બની હતી. 75 વર્ષ પછી આજે દેશના મોટાભાગના નાગરિકો આ વાતથી વાકેફ નથી. સેંગોલે આપણા ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક બની ગયું. જ્યારે પીએમ મોદીને આ અંગેની માહિતી મળી તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી. પછી નક્કી થયું કે તેને દેશ સમક્ષ મુકવામાં આવે. આ માટે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના વિરોધ પર બોલતા કહ્યું કે અમે ઉદ્ઘાટન સમારોહમાં બધાને આમંત્રણ આપ્યું છે.