Presidential Election 2022: જનતા દળ (સેક્યુલર) એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ પદ માટે 18 જૂલાઈના રોજ ચૂંટણી યોજાશે.
જનતા દળ (સેક્યુલર) વિધાયક દળના ઉપનેતા બંદપ્પા કાશેમપુરે કહ્યું કે પાર્ટીના વિધાયક દળની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં JD(S)ના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ઉપરાંત પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ સી.એમ. ઈબ્રાહીમ પણ હાજર રહ્યા હતા.
આદિવાસી મહિલા માટે રાષ્ટ્રપતિ બનવું ગર્વની વાત છેઃ બંદપ્પા કાશેમપુર
કાશેમપુરે જણાવ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ એચ.ડી. દેવગૌડાએ દેશના વડાપ્રધાન તરીકે મહિલા સશક્તિકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે એક આદિવાસી મહિલાનું દેશના રાષ્ટ્રપતિ બનવું એ ગર્વની વાત છે. રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારની પસંદગી દેવેગૌડાની ઈચ્છા અનુસાર થઈ છે. તેમણે કહ્યું કે પાર્ટીએ મુર્મૂની પૃષ્ઠભૂમિ અને તેમના સમુદાયને ધ્યાનમાં રાખીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે જનતા દળ (સેક્યુલર) એ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યા બાદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની ઉમેદવારી બે તૃતીયાંશ સુધી પહોંચી ગઈ હતી. અગાઉ તેમને BJD, YSRCP, BSP, AIADMK, તેલુગુ દેશમ પાર્ટી, શિરોમણી અકાલી દળ, શિવસેના અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ જેવી પ્રાદેશિક પાર્ટીઓનું સમર્થન મળ્યું હતું.
Chhota Udepur: નઘરોળ તંત્રના પાપે મહિલાનો જીવ જોખમાં મુકાયો, પરિવારે સગર્ભાને ઝોળીમાં બેસાડી અડધો કિમી ચાલીને 108 સુધી પહોંચાડી
Corona ના વધતા કેસોએ ફરી ચિંતા વધારી, જાણો ક્યાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત થયું
VIRAL AUDIO: આ શહેરની ક્રાઈમ બ્રાન્ચ ફરી વિવાદમાં, બુટલેગરના પિતાને છોડી મુકવા લાખો રુપિયા માગ્યા
સેમસંગનો દમદાર ફોન Samsung Galaxy M13 Series ભારતમાં લૉન્ચ, કિંમત જાણીને તમે પણ ખરીદવા થઇ જશો તૈયાર