Independence Day 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે આઝાદીની 75મી વર્ષગાંઠ પર લાલ કિલ્લા પરથી (Red Fort) દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ભ્રષ્ટાચાર અને પરિવારવાદ ઉપર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે આ સમયે દેશની સામે બે મોટા પડકારો છે. પહેલો પડકાર ભ્રષ્ટાચાર અને બીજો પડકાર ભાઈ-ભત્રીજાવાદ (પરિવારવાદ) છે.


પ્રધાનમંત્રીએ કહ્યું કે, પરિવારવાદનો પડછાયો દેશની ઘણી સંસ્થાઓમાં છે. આપણી ઘણી સંસ્થાઓ પરિવારના શાસનથી પ્રભાવિત છે. આ આપણી પ્રતિભા છે અને રાષ્ટ્રની ક્ષમતાને નુકસાન પહોંચાડે છે અને ભ્રષ્ટાચારને જન્મ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે જ્યારે દેશ અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યો છે તો ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સામેની લડાઈ નિર્ણાયક પડાવ ઉપર લઈ જવી તેમની બંધારણીય અને લોકતાંત્રિક જવાબદારી છે.




કોઈ ટિપ્પણી નહી કરું...


પીએમ મોદીએ કહ્યું કે, જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી પ્રત્યે નફરતનો ભાવ પેદા ના થાય, સામાજિક રુપે તેને નીચું જોવા માટે મજબૂર ના કરવામાં આવે ત્યાં સુધી આ માનસિકતા ખત્મ નહી થાય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પીએમ મોદીના આ નિવેદન અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે હું આ બધી વસ્તુઓ પર ટિપ્પણી નહી કરું, બધાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.




દેશભરમાં હર્ષોલ્લાસ સાથે આઝાદીનો ઉત્સવ ઉજવાયોઃ


આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું મારા દેશ અને મારી માતૃભૂમિ જે સૌથી પ્રાચીન છે તેને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું તેની સેવા માટે હંમેશા તત્પર રહીશ. ઉલ્લેખનીય છે કે, આજે સમગ્ર દેશમાં 76મો સ્વતંત્રતા દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.